લોસ એન્જેલિસ : પ્રસિદ્ધ કાર્ટૂન કેરેક્ટર યોગી બિયરની લવરના પાત્રને પોતાના અવાજ આપનાર દિગ્ગજ અભિનેત્રી જૂલી બેનેટનું કોરોના વાઇરસના સંક્રમણના કારણે નિધન થયું છે. તે 88 વર્ષીના હતા.
એક રિપોર્ટ મુજબ, બેનેટે 31 માર્ચના રોજ સિડરસ-સિનાઇ મેડિકલ સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેના પ્રતિનિધિ અને દોસ્ત માર્ક સ્ક્રોગ્સે આ વાતની ખાતરી કરી છે. બેનેટે વર્ષ 1950માં
એડવેન્ચર્સ ઓફ સુપરમેન, લિવ ઇટ ટૂ બીવર, હાઇવ પેટ્રોલ જેવા શૉના માધ્યમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ 1960ના દશકમાં તેમણે દ બુકવિંકલ શોની સાથ એક વોઇસ ઓવર કલાકારના રૂપમાં પોતાની સફરની શરૂઆત કરી હતી.
બેનેટે વર્ષ 1961થી 1962ની વચ્ચે દ યોગી વિયરમાં સિન્ડી બિયરના પાત્રમાં પોતાની આવાજ આપી હતી. જે બાદ 1964માં સ્પિન ઓફ ફિલ્મ દે દેયર, ઇટ્સ યોગી બિયરમાં પણ તેણે વોઇસ ઓવર કર્યો હતો.
તેમણે વર્ષ 1973માં યોગીસ ગેન્ગ, 1977માં સ્કૂબી ઓલ સ્ટાર લાઇ એ લંપિક્સ અને 1988માં દ ન્યૂ યોગી બિયર શો જેવા પ્રોજેક્ટસમાં પણ તેમણે સિંડીને પાતાનો અવાજ આપ્યો હતો.