- 'અ થર્ઝડે'નો યામી ગૌતમનો ફર્સ્ટ લુક રિલીઝ
- યામી દેખાશે સરળ પ્લે સ્કુલ ટીચરની ભૂમિકામાં
- રોની સ્ક્રુવાલા કરી રહ્યા છે 'અ થર્ઝડે'નું નિર્માણ
મુંબઈ: થ્રિલર ફિલ્મ 'અ થર્ઝડે'નો યામી ગૌતમનો બહુપ્રતીક્ષિત લુક આખરેથી રિલીઝ થયો છે.
યામી દેખાશે સરળ પ્લે સ્કુલ ટીચરની ભૂમિકામાં
આ ફિલ્મમાં અભિનેત્રી નૈના જયસ્વાલ નામની એક સરળ સ્કૂલ ટીચરની ભૂમિકા નિભાવી રહી છે. તેનો લુક ખૂબ જ સરળ રાખવામાં આવ્યો છે, જેના કારણે તેના પાત્ર વિશે વધુ ઉત્સુકતા જાગી છે.
આ પણ વાંચો: મારા અભિનયથી દર્શકોને સરપ્રાઈઝ આપવા માગું છુંઃ યામી ગૌતમ
'અ થર્ઝડે'નો યામી ગૌતમનો ફર્સ્ટ લુક રિલીઝ
ફિલ્મની કહાની એક પ્લે સ્કુલ ટીચરની આસપાસ ફરતી રહે છે, જે 16 બાળકોને બંધક બનાવી લે છે. રોની સ્ક્રુવાલા RSVP હેઠળ 'અ થર્ઝડે' નું નિર્માણ કરશે.
રોની સ્ક્રુવાલા કરી રહ્યા છે 'અ થર્ઝડે'નું નિર્માણ
આ રસપ્રદ થ્રિલર ફિલ્મમાં નેહા ધૂપિયા, ડિમ્પલ કાપડિયા, અતુલ કુલકર્ણી, માયા સરાઓ જેવા ઘણા પ્રતિભાશાળી કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેમાં યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો: યામી ગૌતમે આસામી ગમોસાને નકાર્યો, હવે થઈ રહી છે ટ્રોલ
ફિલ્મનું શૂટિંગ શરૂ
RSVP અને બ્લુ મંકી ફિલ્મ્સ દ્વારા નિર્માણિત 'અ થર્ઝડે' 2021માં ડિજિટલ રૂપે રિલીઝ કરવામાં આવશે, જેનું શૂટિંગ તાજેતરમાં શરૂ થઈ ગયું છે.
મારા અભિનયથી દર્શકોને સરપ્રાઈઝ આપવા માગું છું
વિકી ડોનરથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી યામી ગૌતમે આ ફિલ્મી ક્ષેત્રમાં આઠ વર્ષ પૂરા કર્યા છે. યામીએ આં અંગે કહ્યું હતું કે, ઘણું કરવાનું બાકી છે અને અત્યારે ઘણાં ફિલ્મ નિર્માતાઓ અને લેખકો છે જેમની સાથે હું કામ કરવા માંગુ છું. સાથે જ તે એવા પાત્રો ભજવવા માગે છે, જેનાથી તેના પ્રશંસકોને આશ્ચર્ય થાય.