વિવેક ઓબેરૉયે મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટનો સ્ક્રિનશૉટ શેર કરતા લખ્યું હતું કે, હું સમજી નથી શકતો કે દીદી જેવી સન્માનિત મહિલા કેમ સદ્દાન હુસૈન જેવો વ્યવહાર કરી રહી છે. તેમની માન્યતા તો જુઓ લોકતંત્ર ખતરામાં છે, અને ખુદ તાનાશાહ દીદીને જ ખતરો છે. પહેલા પ્રિયંકા શર્મા અને હવે તેજેન્દ્ર બગ્ગા, આ દીદીગીરી નહી ચાલે'
સોશિયલ મીડિયામાં મમતા બેનર્જી પર આપત્તિજનક મીમ શેર કરવા મામલે પશ્ચિમ બંગાળની પ્રિયંકા શર્મા નામની BJP કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સુપ્રિમ કોર્ટે શરતી જામીન મળ્યા બાદ પ્રિયંકા શર્માને બુધવારના રોજ છોડવામાં આવી હતી. જો કે બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે ટ્વિટમાં આ સંદર્ભે ઉલ્લેખ પણ કર્યો હતો. તો BJPના IT સેલના ચીફ અમિત માલવીયાએ પણ દાવો કર્યો હતો કે, કલકત્તામાં તેજેન્દ્રપાલ સિંહ બગ્ગા સહિત તમામ BJP નેતાઓ, કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે.