- રાજીવ કપૂરે 80 ના દાયકામાં ફિલ્મ જગતમાં કર્યો હતો પ્રવેશ
- ફિલ્મ 'એક જાન હૈ હમ' થી તેણે અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી
- ફિલ્મ રામ તેરી ગંગા મેલી રાજીવ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ હતી
હૈદરાબાદઃ હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરનું મંગળવારે નિધન થયું છે. હિંદી સિનેમાના પહેલા પરિવારના સભ્ય હોવાને કારણે, એક બાજુ અભિનય કરવાની સાથે રાજીવે ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શનમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. જોકે, તેની કારકિર્દી અપેક્ષા મુજબ ચાલી ન હતી અને તેઓ આ વાતને સ્વીકારવામાં ક્યારેય અચકાતા નહીં.
![રાજીવ કપૂર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/asdasdasdasd_0902newsroom_1612862226_1011.jpg)
'ચિમ્પૂ' નામથી બોલિવૂડમાં તે જાણીતા હતા
બોલિવૂડમાં તે 'ચિમ્પૂ' નામથી જાણીતા હતા. રાજીવ કપૂર 1985ની બ્લોકબસ્ટર ફિલ્મ રામ તેરી ગંગા મેલી દ્વારા રાતોરાત સ્ટાર બન્યાં હતા. આ ફિલ્મમાં મંદાકિની તેની સાથે જોવા મળી હતી. તેમની અન્ય ફિલ્મોમાં 'લાવા', 'જલજાલા' અને 'જ્યોતિ' શામેલ છે.
![આરકે સ્ટૂડિયોના પ્રખ્યાત ગણેશોત્સવમાં રણધીર કપૂર અને રણબીર કપૂર સાથે રાજીવ કપૂર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rajiv-kapoor-ranbir-kapoor-randhir-kapoor_0902newsroom_1612862226_416.jpg)
'પ્રેમ ગ્રંથ' થી દિગ્દર્શક તરીકે શરૂઆત કરી
વર્ષ 1997 માં તેણે આરકે ફિલ્મ્સના બેનર હેઠળ રૂષી કપૂર-માધુરી દિક્ષિત સ્ટારર 'પ્રેમ ગ્રંથ' થી દિગ્દર્શકની શરૂઆત કરી હતી. દુર્ભાગ્યવશ આ ફિલ્મ બોક્સ ઓફિસમાં ખાસ કંઈ કમાલ કરી શકી ન હતી. રાજીવને એકવાર એક ટેબ્લોઇડ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું તમને લાગી રહ્યું છે કે તમે 80 ના દાયકાની ફોર્મ્યુલા ફિલ્મોનો શિકાર થયા છે. આ સવાલ પર, તેમણે તેમની કારકિર્દી અને અંગત જીવનમાં શું ખોટું થયું તે અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.
રામ તેરી ગંગા મેલી તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ હતી
રાજીવે કહ્યું હતું કે, મારી કારકિર્દીની વાત કરૂ તો' રામ તેરી ગંગા મેલી 'મારી શ્રેષ્ઠ ફિલ્મ હતી. અન્ય ફિલ્મો વધુ ચાલી ન હતી, જોકે તે ખરાબ પણ નહોતી. દુ:ખની વાત એ છે કે દરેક મને શમ્મી કપૂરની જેમ પ્રોજેક્ટ કરવા માંગતા હતા. કારણ કે હું તેના જેવો દેખાતો હતો. સરળ ભાષામાં કહું તો હિટ છે તો ફિટ છે. જો તમારી ફિલ્મો હિટ થઈ રહી છે, તો બધી વસ્તુઓ જુદી છે. મેં કેટલીક ફિલ્મો કરી જેમાં સંગીત સારું હતું, પણ તે ફિલ્મો તેમછતાં ચાલી ન હતી.
![રળધીર અને રીશિની સાથે રાજીવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/maxresdefault_0902newsroom_1612862226_621.jpg)
અભિનેતાએ 40 વર્ષની વયે આર્કિટેક્ટ આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા
અભિનેતાએ 40 વર્ષની વયે આર્કિટેક્ટ આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. રાજીવને જ્યારે તેના નિષ્ફળ લગ્ન જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, હતું કે, "હા, મેં લગ્ન કર્યા હતા, પરંતુ મારૂ લગ્ન જીવન થોડા મહિના સુધી પણ ચાલ્યા ન હતા. મારા છૂટાછેડા થઈ ગયા હતા. હું એકલો હતો, પણ તેમછતાં હું મારા જીવનથી ખુશ હતો.