ETV Bharat / sitara

ફરહાન અખ્તરને ઓફર થઇ હતી ફિલ્મ 'રંગ દે બસંતી', આ કારણથી પાડી હતી ના - આમિર ખાન

ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' અને આગામી ફિલ્મ 'તુફાન'ના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરા(Rakeysh Omprakash Mehra)એ ફરહાન અખ્તર(Farhan Akhtar)ને રંગ દે બસંતી ફિલ્મની ઓફર કરી હતી, પરંતુ ફરહાને આ કારણોસર ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ફરહાન અખ્તરને ઓફર થઇ હતી ફિલ્મ 'રંગ દે બસંતી'

author img

By

Published : Jul 5, 2021, 8:55 AM IST

  • મેહરાએ અખ્તરને કરણ સિંઘાનિયાની ભૂમિકાની ઓફર કરી હતી
  • 'રંગ દે બસંતી' ફિલ્મમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓની કહાની છે
  • 'ભાગ મિલ્ખા ભાગ' ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે

મુંબઇ: ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મેહરા(Rakeysh Omprakash Mehra) અને ફરહાન અખ્તર (Farhan Akhtar)એ "ભાગ મિલ્ખા ભાગ" (Bhag Milkha Bhag)સાથે બોકસ ઓફિસ પર ઇતિહાસ રચ્યો તે પહેલા દિગ્દર્શકે અભિનેતાને "રંગ દે બસંતી"(Rang De Basanti) ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી.

ફરહાન અખ્તરને ઓફર થઇ હતી ફિલ્મ 'રંગ દે બસંતી'
ફરહાન અખ્તરને ઓફર થઇ હતી ફિલ્મ 'રંગ દે બસંતી'

આ પણ વાંચોઃ Trailer launch: બુધવારે બપોરે 12 વાગ્યે ફરહાન અખ્તરની 'તુફાન' ફિલ્મનું ટ્રેલર થશે લોન્ચ

ફરહાનને ઓફર કરવામાં આવી હતી 'રંગ દે બસંતી'

વર્ષ 2006માં આવેલી આમિર ખાન(Aamir Khan) અભિનીત 'રંગ દે બસંતી' ફિલ્મમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓની કહાની છે, જે પાછળથી કોઈ કારણોસર બળવાખોર બન્યા હતા. મેહરાએ અખ્તરને કરણ સિંઘાનિયાની ભૂમિકાની ઓફર કરી હતી, જે પાછળથી દક્ષિણ અભિનેતા સિદ્ધાર્થ દ્વારા ભજવવામાં આવી હતી.

અખ્તરે 2001માં ફિલ્મ 'દિલ ચાહતા હૈ' થી દિગ્દર્શક પદની શરૂઆત કરી

મેહરાએ કહ્યું કે, અખ્તરે 2001માં ફિલ્મ 'દિલ ચાહતા હૈ' થી દિગ્દર્શક પદની શરૂઆત કરી હતી, તેમની એ ફિલ્મમાં પણ આમિર ખાન હતો અને તે સમયે તે 'લક્ષ્ય'નું શૂટિંગ પૂર્ણ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે તેણે અખ્તરને પાત્રની ઓફર કરી ત્યારે તેને આશ્ચર્ય થયું હતું.

ફરહાન ઘણા ખુશ હતા

મેહરાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'તે ખરેખર ખુશ હતો, કારણ કે તેણે' દિલ ચાહતા હૈ 'ફિલ્મ બનાવી લીધી હતી અને' લક્ષ્ય 'નું શૂટિંગ પૂર્ણ કરી રહ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે, તે મારી ફિલ્મમાં અભિનય કરે અને તે સમયે તેને વિશ્વાસ થયો નહી. તેણે કહ્યું હતું કે, 'મેં તેમને કરણની ભૂમિકાની ઓફર કરી હતી. ફરહાન મોહિત થઈ ગયો. હું તેની આંખોમાં ચમક જોઈ શકતો હતો. તેને આશ્ચર્ય થયું હતું કે, આ વ્યક્તિ શા માટે બની છે, જે મને ફિલ્મમાં અભિનય કરતો જોવા માંગે છે? '

આ કારણથી નહી કરી ફિલ્મ

દિગ્દર્શકે કહ્યું હતું કે, અખ્તરને સ્ક્રિપ્ટ ગમી છે, પરંતુ તે સમયે તે અભિનય કરવા માંગતો ન હતો. થોડા વર્ષો બાદ અખ્તરે 2008માં 'રોક ઓન' સાથે પોતાના અભિનયના કરિયરની શરૂઆત કરી હતી. પાંચ વર્ષ પછી તેણે મેહરાની 'ભાગ મિલ્ખા ભાગ'માં અભિનય કર્યો. આ ફિલ્મ દિગ્ગજ એથલિટ સ્વર્ગસ્થ મિલખા સિંહના જીવન પર આધારિત છે. 'ભાગ મિલ્ખા ભાગ' ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.

'તૂફાન'માં જોવા મળશે હિટ જોડી

મેહરા-અખ્તરની જોડી ફરી એક વાર 'તુફાન'માં જોવા મળશે અને આ એક સ્પોર્ટ્સ ડ્રામા પણ છે. તે 16 જુલાઈએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. મેહરાએ કહ્યું હતું કે 'ભાગ મિલ્ખા ભાગ' પછી તે બન્ને ફરી એક સાથે કામ કરવા ઇચ્છતા હતા, પરંતુ આ તક ત્રણ વર્ષ પહેલાં મળી હતી, જ્યારે અખ્તરે તેમને બોલાવીને વાર્તાનો ખ્યાલ આપ્યો હતો.

આ પણ વાંચોઃ લોકડાઉન બાદ અભિનેતા ફરહાન અખ્તર ફરી શૂટિંગ પર, ટ્વીટ કરી માહિતી આપી

પરેશ રાવલ અને મૃણાલ ઠાકુર પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે

તેમણે કહ્યું હતું કે, તે સમયે તે સંપૂર્ણ સ્ક્રિપ્ટ નહોતી. આ ફિલ્મના દિગ્દર્શક અખ્તર, રિતેશ સિધવાનીના બેનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને મેહરાની આકઓએમપી પિક્ચર્સ છે. પરેશ રાવલ અને મૃણાલ ઠાકુર પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.