ETV Bharat / sitara

અભિષેકે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો તો અમિતાભ બચ્ચને તેને સમજાવ્યો - અભિષેક બચ્ચન ટ્રિવિયા

હાલમાં જ બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનની 'ધ બિગ બુલ' ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને દર્શકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. આ ફિલ્મમાં અભિષેકે 90ના દશકમાં સ્ટોક માર્કેટમાં કરોડોનું કૌભાંડ કરનારા હર્ષદ મહેતાનો રોલ કર્યો છે. તેના કરિયર માટે આ ફિલ્મ ખૂબ જ મહત્વની છે. આ તમામની વચ્ચે અભિષેકે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, એક સમય હતો કે તેણે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કરી લીધો હતો.

અભિષેકે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો તો અમિતાભ બચ્ચને તેને સમજાવ્યો

author img

By

Published : Apr 13, 2021, 9:35 AM IST

  • અભિષેક બચ્ચને પોતાના ફિલ્મી કરિયર વિશે લોકોને આપી માહિતી
  • 1 ડઝનથી વધારે ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ ઈન્ડસ્ટ્રી છોડવાનો કર્યો હતો નિર્ણય
  • પિતા અમિતાભ બચ્ચને સલાહ આપી અભિષેકને ઈન્ડસ્ટ્રી ન છોડવા કહ્યું હતું

ન્યૂઝ ડેસ્કઃ અભિષેક બચ્ચને પોતાના કરિયર અંગે અનેક વાત જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નથી બન્યો અને તેણે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. તે સમયે તેમના પિતા અમિતાભ બચ્ચને તેને સલાહ આપી હતી. ત્યારબાદ અભિષેકે પોતાનું મન બદલી નાખ્યું હતું. આપન જણાવી દઈએ કે, વર્ષ 2000માં અભિષેખ બચ્ચને જે. પી. દત્તાની ફિલ્મ 'રેફ્યૂજી'થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તે વર્ષની 5મી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ હતી. ત્યારબાદ અભિષેકે એક ડઝનથી વધારે ફ્લોપ ફિલ્મ આપી અને તેનું કરિયર પૂર્ણ થવાના આરે હતું.

આ પણ વાંચોઃ કરીના, કરણ જોહર, પ્રતિક ગાંધી નવા શોમાં દેખાડશે પોતાની રસોઈકળા

અમિતાભ બચ્ચને અભિષેકને દરેક પ્રકારના રોલ કરવાની સલાહ આપી હતી

અભિષેકે જણાવ્યું હતું કે, પબ્લિક પ્લેટફોર્મ પર નિષ્ફળ થવું ઘણું અઘરું છે. તે સમયે સોશિયલ મીડિયા નહતું, પરંતુ મે મીડિયામાં વાચ્યું હતું કે, કોઈકે મને અપશબ્દ કહ્યા. જ્યારે કેટલાકે કહ્યું કે, મને એક્ટિંગ નથી આવડતી. ત્યારે અમિતાભ બચ્ચને અભિષેકને કહ્યું હતું કે, હું તને ક્યારેય પણ ચૂપ રહેવાનું નથી કહેતો. દરેક સવારે જાગવું પડશે અને સૂરજની નીચે પોતાની જગ્યા માટે લડવું પડશે. એક અભિનેતા તરીકે તમે દરેક ફિલ્મની સાથે સુધારો કરી શકો છે. આ સાથે જ અમિતાભ બચ્ચને તેને નાના કે મોટા, મહત્વપૂર્ણ કે મહત્વ ન હોય તેવા રોલ કરવાની પણ સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ હું મારા કામને ખૂબ જ પ્રેમ કરું છું: પ્રિયંકા ચોપડા

હર્ષદ મહેતા પર આધારિત છે અભિષેકની ધ બિગ બુલ ફિલ્મ

અભિષેકની હાલમાં જ આવેલી ધ બિગ બુલ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. હર્ષદ મહેતાને દલાલ સ્ટ્રીટનો બિગ બુલ કહેવામાં આવતો હતો, જેનાથી પ્રેરિત થઈને ફિલ્મનું નામ આપવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ અજય દેવગને કહ્યું છે. આમાં અભિષેક બચ્ચનની સાથે સાથે રામ કપૂર, ઈલિયાના ડિક્રૂઝ, નિકીતા દત્તા, સોહમ શાહ સહિતના કલાકારો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.