નવી દિલ્હી: હિના ખાને કહ્યું કે, અમારી સાથે સમાનતાનો ભાવ નથી. નેપોટિઝ્મ દરેક જગ્યા પર છે. જો તમે એક સ્ટાર્સ છો અને તમારા બાળકોને લોન્ચ કરવા માંગો છો અને તેમની ફિલ્મ ચાલે પણ નહીં તો તેનો કોઈ ફરક પડતો નથી, પરંતુ તમે બહારના લોકોને સમાન તક આપી શકતા નથી.
હિના ખાને કહ્યું કે, એવું યોગ્ય નથી કે અમુક ટીવી કલાકારો જ બૉલિવૂડમાં ભૂમિકા ભજવી શકે છે. એવું એટલા માટે થાય છે કે, કારણ કે અમને યોગ્ય તક મળતી નથી. અમને પોતાને સાબિત કરવાની તો તક આપો.
હિના ખાને આગળ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની સફળે મને ખુબ પ્રેરિત કરી છે. હું કેટલીક વસ્તુઓને તેમને પ્રેરણાની નજરે જોઉ છું. અમારા જેવા લોકો પાસે ગૉડફાધર નથી. એક વર્ષ પહેલા કાન્સ ફેસટિવલમાં શરુઆત કરવાની હતી, ત્યારે ભારતીય ડિઝાઈનરે મને આસાનીથી લીધી હતી.