- કેટરીના કૈફ હવે કૌશલ પરિવારની વહુ બની ગઈ
- 9 ડિસેમ્બરે વિકી કૌશલ સાથે કાયમ માટે જોડાઈ
- ભાભી કેટરિના માટે એક ભવ્ય સ્વાગત નોંધ શેર કરી
હૈદરાબાદઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફ હવે કૌશલ પરિવારની વહુ બની ગઈ છે. અભિનેત્રી 9 ડિસેમ્બરે બોયફ્રેન્ડ અને ફિલ્મ અભિનેતા વિકી કૌશલ સાથે કાયમ માટે જોડાઈ ગઈ. હવે ઘરની નવી વહુ અને મોટી વહુ કેટરિના કૈફનું કૌશલ પરિવારમાં દિલ ખોલીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કેટરિનાના દેવર અને અભિનેતા સની કૌશલે સોશિયલ મીડિયા પર ભાભી કેટરિના માટે એક ભવ્ય સ્વાગત નોંધ શેર કરી છે.
ભાભી કેટરિના કૈફના ઘરે આવવા અંગે ખુશી વ્યક્ત કરી
વિકી કૌશલના નાના ભાઈ અને ફિલ્મ અભિનેતા સની કૌશલે સોશિયલ મીડિયા પર ભાભી કેટરિના કૈફના ઘરે આવવા અંગે ખુશી વ્યક્ત કરી છે. સનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટરિના માટે લખ્યું છે કે, 'આજે મારા દિલમાં બીજી જગ્યા બની ગઈ છે, પરજાઈ જી પરિવારમાં આપનું સ્વાગત છે, આ સુંદર યુગલને જીવનભર ઘણો પ્રેમ અને ખુશીઓ મળે.
સની કૌશલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળ્યો
સની કૌશલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ અભિનેત્રી રાધિકા મદન જોવા મળી હતી. સની ત્યારે વધુ લોકપ્રિય બન્યો જ્યારે તે પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર સાથે 'તરોં કે શહર મેં' ગીતમાં મુખ્ય અભિનેતા તરીકે દેખાયો. નેહા કક્કર અને સની કૌશલ અભિનીત આ ગીત સુપરહિટ રહ્યું હતું, જે આજે પણ તેમના ચાહકોના હોઠ પર છે.
કેટરીના-વિકી કાયમ માટે એક થઈ ગયા
લગભગ ત્રણ વર્ષથી સમાચારમાં રહેલા કેટરીના અને વિકીએ લગ્નની છેલ્લી ક્ષણ સુધી પણ પોતાના સંબંધોને જાહેર કર્યા ન હતા, પરંતુ લગ્નના એક અઠવાડિયા પહેલા જ તેમના લગ્નના સમાચારે બોલિવૂડમાં જોર પકડ્યું હતું.રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત પ્રસિદ્ધ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં એકબીજાના ગળામાં જયમાળા લગાવીને આ કપલ કાયમ માટે એક થઈ ગયું. નોંધનીય છે કે કેટરિના-વિકી ટૂંક સમયમાં ઘરે લગ્નની કેટલીક વિધિઓ પૂરી કરીને ફિલ્મ પ્રોજેક્ટમાં જોડાશે.
આ પણ વાંચોઃ Congratulations Katrina and Vicky: રણબિર અને સલમાન સિવાઇ બોલિવૂડનાં તમામ અભિનેતાઓએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચોઃ Katrina Vicky wedding photos: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા થયાં વાયરલ