ETV Bharat / sitara

સંજય દત્તના આરોગ્ય પર માન્યતાએ કહ્યું, ' યે વક્ત ભી ગુઝર જાયેગા'

સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાનું બહાર આવ્યું છે. આ ખબર બહાર આવ્યા બાદ અભિનેતાની પત્ની માન્યતા દત્તે પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સંજય દત્તના ફેન્સને અનુરોધ કર્યો છે કે તેઓ અભિનેતાના સ્વાસ્થયને લઈને અફવાઓ પર ધ્યાન ન આપે.

Sanjay Dutt
સંજય દત્ત
author img

By

Published : Aug 12, 2020, 5:44 PM IST

મુંબઈઃ બૉલીવુડ અભિનેતા સંજય દત્તને ફેફસાનું કેન્સર છે. આ વાતની જાણકારી મંગળવારે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ ટ્વીટ કરીને આપી હતી.

આ સમાચાર સામે આવતા સંજુબાબાના ચાહકો ચિંતામાં મૂકાયા હતા અને જલ્દી તેમના સ્વસ્થ થવાની કામના કરવા લાગ્યા હતા.

કોમલ નાહટાના ટ્વીટ બાદ સંજય દત્તની પત્ની માન્યતા દત્તની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

માન્યતાએ લખ્યું કે, " હું તે તમામનો ધન્યવાદ કરુ છું જેમણે સંજયના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. " આ મુશ્કેલ ઘડીથી નિકળવા માટે અમને શક્તિ અને દુઆઓની જરૂર છે. પાછલા છેલ્લા વર્ષોમાં અમારો પરિવાર અનેક પરેશાનિઓથી પસાર થયો છે, પરંતુ મને ભરોસો છે કે આ સમય પણ પસાર થઈ જશે. મારી સંજુના ચાહકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ ભરોસો ન કરે. અમારી ફક્ત પ્રેમ અને સપોર્ટથી મદદ કરો.

તેમણે વધુમાં કહ્યું કે, "સંજુ હંમેશા ફાયટર રહ્યા છે અને તેના કારણે અમારો પરિવાર પણ ફાયટર રહ્યો છે. ભગવાને ફરી અમારી પરિક્ષા કરી છે. તે જોવા માગે છે કે અમે કઈ રીતે આ પરિસ્થિતીનો સામનો કરીએ છીએ. અમારે ફક્ત તમારી પ્રાર્થના અને આશીર્વાદોની જરૂર છે. અમને ખબર છે અમે જીતીશું. જે રીતે હંમેશા જીતતા આવ્યા છીએ. ચલો આ તકની સકારાત્મકતા અને રોશની ફેલાવવામાં ઉપયોગ કરી."

આપને જણાવી દઈએ કે, હાલમાં જ સંજયને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા સર્જાઇ હતી. ત્યારબાદ શનિવારના દિવસે તેમને મુંબઈની લિલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયા બાદ તેમને બે દિવસમાં રજા પણ આપવામાં આવી હતી. હોસ્પીટલમાં દાખલ કરાયા દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

હોસ્પીટલથી ઘરે પહોંચ્યા બાદ સંજયએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકોને જાણકારી આપી હતી કે તેઓ પોતાના કામમાંથી એક બ્રેક લઈ રહ્યા છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ જલ્દી પરત ફરશે.

જાણકારી મુજબ, 61 વર્ષીય અભિનેતા સંજય દત્ત કેન્સરના ઈલાજ માટે અમેરિકા જઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.