મુંબઈ: બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત લોકડાઉન દરમિયાન મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તે રોજ સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરીને પોતાના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ વખતે કંગનાએ એક કવિતા લખી છે, જેનું નામ છે 'આસમાન'.
કંગનાની આ કવિતાનને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ટીમ કંગના રનૌત દ્નારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ કવિતામાં અભિનેત્રી કગંનાનો વોઈસ ઓવર છે.
કંગનાની ટીમે કવિતાનો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે, ' કંગના રાનૌતે પોતાની અસંખ્ય પ્રતિભાઓમાંથી વધારે એક પ્રતિભા બહાર લાવી છે. 'આસમાન' કવિતા તેમણે ખુદ લખી છે અને દિગ્દર્શિત કરી છે.'
આ કવિતામાં કંગનાએ પોતાના વિચારો રજૂ કર્યા છે. વીડિયોમાં કંગના મનાલીની સુંદરતાને માણતી જોવા મળી રહી છે. કવિતાને કંગનાએ પોતાના અવાજમાં રેકોર્ડ કરી છે.
'આસમાન' કવિતાના આ વીડિયોને કંગનાના ઘરમાં જ શુટ કરવામાં આવ્યો છે, જેમાં બૉલીવુડ ક્વિન કંગના મેકઅપ કરતી, ચા પીતી, લખતી, ઘાસ પર સુતેલી અને ચિમના સાથે બેઠેલી જોવા મળે છે.
જોકો આ અગાઉ મધર્સ ડે પર પણ કંગનાએ ભાવનાત્મક કવિતા લખી હતી.