એક્ટર વરુણ ધવનની જુડવા 2માં પોતાના પિતાની સાથે કામ કર્યું હતું.આ ફિલ્મે બૉકસ ઑફિસ પર કમાણી પણ સારી એવી કરી હતી અને દર્શકોએ પણ આ ફિલ્મને ખૂબ જ પસંદ પણ કરી હતી. આજ યાદીમાં તે વધુ એક ફિલ્મ લઇને પિતા પુત્ર ધુમ મચાવવા આવી રહ્યા છે. જેમાં સારા અલી ખાન પણ વરુણ સાથે જોવા મળશે. જેમાં આઇકોનિક ગીતને રિક્રિએટ કરવામાં આવશે.
આ ફિલ્મને લઈને મેકર્સ યોજના બનાવી રહ્યા છે. જે હાલમાં શરુઆતી સ્ટેજ પર છે. જલ્દીથી આ ફિલ્મને લઇને ચોક્કસ નિર્ણય લેવાશે. રિપોર્ટ અનુસાર ફિલ્મનો આઇડિયા તેની મૂળ ફિલ્મ જેવો છે, પરંતુ તેનું શૂટિંગના બહારના લોકેશનમાં ફેરફાર જોવા મળશે જેથી અલગતા જોવા મળશે.
આ વર્ષના ઓગસ્ટ મહિનામાં જ તેનું શૂટિંગ શરુ કરવામાં આવશે. ફિલ્મમાં 2 છોકરીઓ વચ્ચે ફસાયેલા કુલીનો જ પ્લોટ મૂળ ફિલ્મની જેમ જ રાખવામાં આવશે પરંતુ સ્કીન પ્લેમાં દર્શકોને ગમે તે રીતે નવા આઇડિયાનો અમલ કરવામાં આવશે. ફિલ્મનું પ્રોડકશન વાસુ ભગનાની અને ધવન્સ કરશે. મેકર્સે આ ફિલ્મ 1 મે, 2020ના રોજ રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે.