મુંબઈ: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા કથિત રીતે પોતાના સોશીયલ મીડિયા પર બીજાની પોસ્ટ તેમજ ટ્વીટ્સ શેર કરવા બદલ ઘણીવાર ટ્રોલ થઈ ચૂકી છે.
ઉર્વશીએ ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘પેરાસાઈટ’ને લઈને એક ટ્વીટ કરી હતી. જે વાસ્તવમાં ન્યુયોર્કના એક લેખક જે પી બ્રેમરની કોપી હતી. આ પછી તેના પર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ટ્વીટને કોપી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો જેમાં લોકડાઉનમાં મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી બિરદાવવામાં આવી હતી.
ઉર્વશીએ આ વિશે જણાવ્યું, "કોઈપણ વ્યક્તિને કોઈ બીજા પર ટીકા ટીપ્પણી કરવાનો હક નથી. કોણ શું લખે છે તેને લઈને કોઈને દોષી સાબિત કરવું એ યોગ્ય નથી. દરેક વ્યક્તિ જાણે છે કે સેલિબ્રિટીઝના ટ્વીટર એકાઉન્ટ હેન્ડલ કરવા માટેની એક ખાસ ટીમ હોય છે.
આ જવાબ બાદ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી જેને તેણે અયોગ્ય જણાવ્યું હતું.