- લોકપ્રિય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન
- ટીવી શો બાલિકા વધુમાં તેમની ભૂમિકા માટે જાણીતા હતાં
- હાર્ટએટેકથી આજે સવારે તેમનું નિધન થયું
મુંબઈ: લોકપ્રિય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, જે લાંબા સમયથી ચાલતા ટીવી શો બાલિકા વધુમાં તેમની ભૂમિકા માટે જાણીતાં છે, તેમનું ગુરુવારે નિધન થયું હતું. આ માહિતી અહીંની કૂપર હોસ્પિટલના એક અધિકારીએ આપી હતી."તેમને થોડા સમય પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં." કૂપર હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ મીડિયા એજન્સીઓને જણાવ્યું હતું.
ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લા
ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ' બિગ બોસ 13'ની સીઝન જીતી હતી . આ ઉપરાંત તેણે ' ખતરો કે ખિલાડી 7 ' શો જીત્યો હતો. સિરિયલ ' બાલિકા વધૂ'ને કારણે સિદ્ધાર્થ ઘેર - ઘેર લોકપ્રિય થયો હતો. ' બિગ બોસ ' જીત્યા બાદ મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો, શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યુઝિક વીડિયો ‘ ભૂલા દુંગા’માં શેહનાઝ ગિલ સાથે દેખાયો હતો.
2008 માં તેણે ' બાબુલ કા અંગના છૂટે ના'થી ટીવી ડેબ્યુ કર્યું
એ પછી બીજા સોંગ ' દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી. મુંબઈમાં જન્મ સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર , 1980 ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008 માં તેણે ' બાબુલ કા અંગના છૂટે ના'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.ફિલ્મમાં પણ જોવા મળ્યો સિદ્ધાર્થ શુક્લા 2014 માં ફિલ્મ ' હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'માં જોવા મળ્યો હતો.
સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મોતથી ટીવી ઇન્ડસ્ટ્રી ઘેરા આઘાતમાં
ત્યાર બાદ તેણે ' બિઝનેસ કી કઝખસ્તાન'માં પણ કામ કર્યું હતું. વેબ સિરીઝ ' બ્રોકન બટ બ્યુટીફુલ 3'માં પણ જોવા મળ્યો હતો. ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મોતથી ટીવી ઇન્ડસ્ટ્રી ઘેરા આઘાતમાં છે. ' બિગ બોસ 13'ના પૂર્વ સ્પર્ધક અબુ મલિકે કહ્યું હતું, ' મેં બે દિવસ પહેલાં જ તેની સાથે વાત કરી હતી. તે મારા એક વીડિયોમાં કામ કરવાનો હતો. તેણે મને કહ્યું હતું કે તે આ વીડિયોમાં કામ કરશે. મને હજી વિશ્વાસ થતો નથી કે તે હવે નથી. મને આ સાંભળીને ઘેરો આઘાત લાગ્યો છે . ' બિગ બોસ 11'ની સ્પર્ધક તથા ટીવી એક્ટ્રસ દેવોલીના ભટ્ટાચાર્યે કહ્યું હતું , ' આ વાત સાચી છે કે સિદ્ધાર્થ આપણને છોડીને જતો રહ્યો. હું હવે ક્યારેય પહેલાંની જેમ નહીં રહી શકું. આ ઘણું જ આઘાતજનક છે. અત્યારે મારી પાસે એના વિશે કોઈ જ શબ્દો નથી.'સિદ્ધાર્થની વય 40 વર્ષની હતી.સિદ્ધાર્થ શુક્લાને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધાર્થના પરિવારમાં તેમની માતા અને બે બહેનો છે.
આ છે કારકિર્દી
શુક્લાએ એક મોડેલ તરીકે શોબીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટેલિવિઝન શો "બાબુલ કા આંગણ છૂટે ના" માં મુખ્ય ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી હતી.. બાદમાં તેઓ "જાને પહેચને સે... યે અજનબી", "લવ યુ જિંદગી" જેવા શોમાં દેખાયાં હતાં.
જોકે અભિનેતા તરીકેનો તેમનો રુતબો પરંતુ "બાલિકા વધુ" સાથે જામ્યો અને તેઓ ઘરનું નામ બની ગયાં હતાં. તેમણે "ઝલક દિખલા જા 6", "ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 7" અને "બિગ બોસ 13" સહિતના રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો.
સિદ્ધાર્થ શુક્લાએ 2014માં ફિલ્મક્ષેત્રે પણ ભાગ્ય અજમાવ્યું હતું. શુક્લાએ કરણ જોહર દ્વારા નિર્મિત "હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેની સહાયક ભૂમિકા હતી.
આ પણ વાંચોઃ દીપિકા ફરી હેડલાઈન્સમાં ચમકી, ઇન્ટરનેશનલ રોમ-કોમમાં ચમકશે
આ પણ વાંચોઃ શું પવનદીપને દિલ આપી બેઠી છે અરુણિતા? સિંગરે મૌન તોડતાં આપ્યો જવાબ