ન્યૂઝ ડેસ્ક: હોળી પર અકસ્માતો સર્જાય (Holi Festival Accidents 2022) એ સામાન્ય બાબત છે, પરંતુ રંગોના આ તહેવાર વચ્ચે કોઈનો જીવ જાય તો આ ઘટના હચમચાવી નાંખે. આવા સંજોગમાં આ પ્રકારના જ એક સમાચાર સામે આવ્યાં છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ગિરીશ મલિકના પુત્રનું હોળીના દિવસે પાંચમા માળેથી પડી જવાથી મોત (TorbaaZ Director Girish Malik Son Manan Dies) થયું હતું. વર્ષ 2020માં ગિરીશ મલિકે સંજય દત્તની ફિલ્મ 'તોરબાઝ'નું નિર્દેશન કર્યું હતું, જ્યારે સંજય દત્તને આ સમાચાર મળતા જ તેને આઘાત લાગ્યો છે.
ગિરીશ મલિકના પુત્રનું મોત શંકાસ્પદ: નિર્દેશક ગિરીશ મલિકના પુત્રનું મોત આકસ્મિત રીતે થયું છે કે, પછી તેને ખુદે આ પગલુ ભર્યુ છે? આ અંગે હજું સુધી સ્પષ્ટતા થઇ નથી. ગિરીશ મલિકનો પુત્ર મનન ઓબરોય સ્પ્રિંગ નામની બિલ્ડિંગમાં રહેતો હતો અને ત્યાંના 5માં માળેથી જ પડી જવાથી તેનું મોત થયું છે. મીડિયા અનુસાર, મનન મિત્રો સાથે હોળી રમીને ઘરે પરત ફર્યો હતો, બાદમાં આ ઘટના બની છે. એવી બાતમી છે કે, બિલ્ડીંગ પરથી પડ્યા બાદ તરત જ મનનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને અંતિમ શ્વાસ લીધા હતાં. આ અકસ્માત હોળીના દિવસે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બન્યો હતો.
સંજય દત્તને મોટો આઘાત લાગ્યો: ફિલ્મ 'તોરબાઝ'ના અભિનેતા સંજય દત્તને આ સમાચાર મળ્યા, ત્યારે તે ચોંકી ગયો હતો. આ અકસ્માતના કારણે સંજય દત્તને મોટો આંચકો લાગ્યો છે. હાલમાં સંજય દત્ત આ અકસ્માત પર કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. આ સમાચાર તેને લગભગ સાંજના સમયે તેમને મળ્યા હતા.
આ પણ વાંચો: Vicky Kat First Holi: કેટરિના કૈફે વિકી કૌશલ અને ફેમિલી સાથે સેલિબ્રેટ કરી પહેલી હોળી, શેર કરી તસવીર