અભિનેતા સુપરસ્ટાર ટાઇગર શ્રોફની બહેને દિશા અને ટાઇગરના સબંધો વિશે ખુલાસો કરતા કહ્યું કે, પોતે ટાઇગરે કહ્યું હતું કે, તેની ઓકાત નથી તેને ટેડ કરવાની. કૃષ્ણાએ વાતચીત દરમ્યાન કહ્યું કે, તે દિશા પટણી અને આદિત્ય રોય કપૂરને કપલ તરીકે જોવા માગે છે. તેણે પોતે સાચું બોલે છે એવું કહીને જણાવ્યું કે, ‘તમને ખબર છે કે હું ક્યારેય ખોટું નથી બોલતી અને દરેક વસ્તુને લઈને એકદમ સ્પષ્ટ રહું છું. ટાઇગર 100 ટકા સિંગલ છે.’ હાલમાં ઓનલાઇન સવાલ-જવાબના સેશન દરમ્યાન જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે ટાઇગરને પૂછ્યું કે તે દિશાને ડેટ કરી રહ્યા છે? તો જવાબમાં તેણે કહ્યું હતું કે, મારી ઔકાત નથી અને સાથે મંકી ઈમોજી પણ શેર કર્યું હતું.
થોડા સમય પહેલાં દિશાએ પણ ડેટિંગના સવાલ પર મસ્તી કરતા જવાબ આપ્યો હતો. વાત એમ હતી કે એક સોશિયલ મીડિયા યુઝરે પૂછ્યું કે તે કેમ તેના અને ટાઇગરના રિલેશનને સ્વિકારતા નથી? ત્યારે જવાબમાં દિશાએ લખ્યું હરું કે, ‘હું ઘણા સમયથી પ્રયત્ન કરી રહી છું. ઘણા વર્ષોથી તેને ઈમ્પ્રેસ કરવાની ટ્રાય કરી રહી છું. મેં ભારત ફિલ્મ કરી જેમાં મેં સ્ટંટ્સ પણ કર્યા હતા. એવું વિચાર્યું હતું કે કદાચ તે ઈમ્પ્રેસ થઇ જશે પરંતુ બદનસીબ. હા, અમે જમવા જઈએ છીએ સાથે પણ એનો અર્થ એવો નથી તે મારાથી ઈમ્પ્રેસ થઇ ગયો.’
જણાવી દઇએ કે ટાઇગર આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ "વોર"ની શૂટિંગમાં વ્યસ્થ છે. આ ફિલ્મમાં ટાઇગર વાણી કપૂર પણ જોવા મળશે. જો કે, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. તો બીજી તરફ દિશા તેની અપકમિંગ ફિલ્મ "મંગલ"માં જોવા મળશે.