મુંબઈ : અભિનેતા ઋષિ કપૂરના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત તેના ચાહકો શોકની લાગણીમાં છે. અભિનેતાએ તેની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. તેમાંની એક ફિલ્મ દામિની છે, જે બૉક્સ ઑફિસ પર જબરદસ્ત હિટ રહી હતી. આ એક યોગાનુયોગ છે કે, દામિની 30 એપ્રિલ, 1993ના રોજ રિલીઝ થઈ હતી. આને ફક્ત એક સંયોગ કહી શકાય.
રાજકુમાર સંતોષીએ દામિની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. ફિલ્મમાં ઋષિ કપૂરની સાથે મીનાક્ષી શેષાદ્રી હતી. સાથે સની દેઓલ અને અમરીશ પુરી પણ હતા. આ ફિલ્મની કહાની સમાજમાં થતા મહિલાઓના અત્યાચાર પર હતી.