ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ : કંઇપણ શંકાસ્પદ નથી, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ - MUMBAI POLICE

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં કંઇ પણ શંકાસ્પદ બાબત સામે આવી નથી તેવુ મુંબઇ પોલીસે જણાવ્યું છે.

કંઇ પણ શંકાસ્પદ નથી, પોસ્ટમોર્ટમ રીપોર્ટનો ઇન્તજાર

author img

By

Published : Jun 14, 2020, 8:02 PM IST

મુંબઇ : બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં કંઇ પણ શંકાસ્પદ નથી તેવું મુંબઇ પોલીસે જણાવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે સવારે 6:30 કલાકે સુશાંતની નિંદર ખુલી હતી. સવારે 9:30 કલાકે સુશાંતે કુકને જ્યુસ બનાવવા કહ્યું. તે સમયે સુશાંત પાસે એક મેનેજર અને એક નોકર ત્યાં હાજર હતા. જ્યુસ પીધા બાદ સુશાંત રૂમમાં જતો રહ્યો અને રૂમને લોક કરી દીધો, ત્યારબાદ જમવાનું શું બનાવવાનુું છે તે પુછવા માટે કુકે દરવાજાને નોક કર્યો ત્યારે રૂમમાંથી કોઇ રિસ્પોન્સ મળ્યો નહતો.

સુશાંતના કોઇ રિસ્પોન્સ ન મળવાથી મેનેજરે સુશાંતને કોલ કર્યો, જેમાં પણ કોઇ રિસ્પોન્સ ન મળ્યો, ત્યારબાદ મેનેજરે સુશાંતની બહેનને કોલ કર્યો અને સુશાંત દરવાજો ખોલી નથી રહ્યો તેવુ જણાવ્યું. 12:30 કલાકે સુશાંતની બહેન ઘરે પહોંચી અને ડુપ્લીકેટ ચાવી બનાવી રૂમ ખોલ્યો, ત્યારે સુશાંત પંખા સાથે લટકાતી હાલતમાં હતો. પોલીસનું કહેવું છે કે, સવારે 10 કલાકથી 1 કલાક દરમિયાન સુશાંતે આત્મહત્યા કરી હશે.

બપોરે 2:30 કલાકે પોલીસે ઘટનાનું પંચનામુ કર્યુ. પોલીસને ઘરમાંથી કેટલાક રિપોર્ટ મળ્યા છે, જેમાં જાણકારી મળી હતી કે સુશાંત હાયપર ટેન્શન અને સિવિયર ડિપ્રેશનમાં ચાલી રહ્યો હતો. સુત્રોના જણાવ્યાં અનુસાર સુશાંત કેટલાક દિવસોથી દવા લઇ રહ્યો હતો. હાલમાં પોલીસને કોઇ કડી મળી નથી પરંતુ પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.