CBFCના અધ્યક્ષ પ્રસૂન જોશીએ મુંબઈના એક કાર્યક્રમમાં બોર્ડનો નવો લોગો અને પ્રમાણપત્રનું અનાવરણ કર્યું હતું. નવો લોગો અનો સર્ટિફિકેટને લઈને સેંસર બોર્ડના ચીફ પ્રસૂન જોશી ખૂબ જ ઉત્સાહિત છે. જોશીનું કહેવું છે કે, નવો લોગો અને પ્રમાણપત્રની ડિઝાઈન ભવિષ્યનું વિચારીને કરવામાં આવી છે. તે આજની ડિજિટલ દુનિયામાં સંપૂર્ણ રીતે બંધ બેસે છે.
વેપાર વિશ્લેષક તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વાતની જાણ કરી છે.
જણાવી દઈએ કે, આ નવા લોગોની ડિઝાઈન રોહિત દેવગણે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના ટેકનિકલ સપોર્ટ ટીમની સાથે મળીને તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે, CBFC ભારતમાં રિલીઝ થનારી વિવિધ કેટેગરીની ફિલ્મોના પ્રમાણપત્રો જાહેર કરે છે. બોર્ડની પરવાનગી વગર ભારતમાં કોઈ પણ ફિલ્મ રીલીઝ થઈ શકે નહીં.