મુંબઇઃ કોરોના વાઇરસ મહામારી વચ્ચે બૉલિવૂડ સ્ટાર્સ પોતાના ફેન્સને કોઇને કોઇ રીતે મનોરંજન પુરૂં પાડી રહ્યા છે, ત્યારે સલમાન ખાન અને જૈક્લિન ફર્નાન્ડિસે પણ એક વીડિયો સોન્ગ ‘તેરે બિના’ને રિલીઝ કર્યો છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
લોકડાઉનને લીધે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનું કામ ઠપ્પ થયું છે. શુટિંગ પણ થઇ રહ્યા નથી, ત્યારે સલમાન ખાને ઘરે બેઠા જ પોતાના ફેન્સને એક સુંદર ભેટ આપી છે. સલમાન ખાને લોકડાઉનને વચ્ચે પોતાનો રોમેન્ટિક ટ્રેક તેરે બિના રિલીઝ કર્યો છે. જેને બધાના ફેવરીટ ભાઇજાન દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન ખાનની સાથે જેક્લિન પણ જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પનવેલના ફાર્મ હાઉસ પર થયું શૂટિંગ
સલમાન ખાનના આ રોમેન્ટિક ગીતને અજય ભાટિયાએ કમ્પોઝ કર્યું છે. લિરિક્સ શબ્બીર અહમદના છે. આ ગીત ઉપરાંત સલમાન ખાનનું પુરૂં ગીત તેના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવીએ તો લોકડાઉનને લીધે સલમાન ખાન પોતાના પનવેલના ફાર્મ હાઉસ પર ફસાયેલા છે. અહીં તેના પરિવારના લોકો પણ છે. સલમાન ખાનની સાથે જેક્લિન પણ અહીં જ છે.
સલમાન ખાને મ્યૂઝિક વીડિયોમાં પનવેલના ફાર્મ હાઉસને બધી રીતે કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો છે. સલમાન ખાન અને જૈક્લીનની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સલમાન ખાનના ફેન્સ તરફથી આ ગીતને જોરદાર રિસપોન્સ મળી રહ્યો છે.