ETV Bharat / sitara

ફિલ્મ 'તેજસ'નો ફર્સ્ટ લુક રિલીઝ, કંગના કઇંક આવી દેખાઈ... - કંગના રનૌત તેજસ ફિલ્મ

બૉલિવૂડ ક્વિન કંગના રનૌત પોતાની આગામી ફિલ્મ તેજસ માટા તૈયાર છે. આજે આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. જેમાં કંગના પાયલટના પહેરવેશમાં જોવા મળી રહી છે. 'ઉરી'ના નિર્માતા રૉની સ્ક્રુવાલાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

kangana
kangana
author img

By

Published : Feb 17, 2020, 1:49 PM IST

મુંબઈઃ થલાઈવા બાદ બૉલિવૂડ ક્વિન કંગના રનૌત પોતાની આગામી ફિલ્મ 'તેજસ' માટે તૈયાર છે. આજે ફિલ્મ 'તેજસ'નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. જેમાં કંગના રનૌત કાર્ગો પેન્ટ અને જૈકેટમાં જબરદસ્ત લાગી રહી છે. કંગના આ ફિલ્મમાં પાયલટનો રોલ પ્લે કરી રહી છે.

સર્વેશ મેવાડ દ્વારા નિર્દેશિત અને રૉની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત 'તેજસ' ફિલ્મનો ફર્સ્ટ લુક આજે રિલીઝ થયો છે. જેમાં કંગના રનૌત કાર્ગો પેન્ટ અને જૈકટમાં હેલ્મેટ સાથે દમદાર લાગી રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત પાયટલનો રોલ પ્લે કરી રહી છે.

ફિલ્મ 'તેજસ' નો ફર્સ્ટ લુક રિલીઝ
ફિલ્મ 'તેજસ' નો ફર્સ્ટ લુક રિલીઝ

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો 'તેજસ' એ મહિલાઓની શક્તિઓનો જશ્ન મનાવે છે, જે મહિલાઓ કોઈ પણ સ્થિતિમાં દેશ માટે આગળ આવે છે. ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કંગનાએ ફિલ્મમાં પોતાના પાત્ર અને ફિલ્મને લઈ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'દેશની રક્ષા કરવામાં મહિલાઓનો પણ ફાળો હોય છે, પરંતુ સામાન્ય રીતે એ બાબત પર કોઈનું ધ્યાન જતું નથી. અમે ફિલ્મના માધ્યમથી એવી મહિલાઓના બલિદાલ અને સંઘર્ષને ઉજાગર કરી લોકો સમક્ષ મુકવા માગીએ છીએ.'

વધુમાં કંગનાએ કહ્યું હતું કે, અનેકવાર આપણે મહિલાઓના બલિદાન અને સંઘર્ષને ભૂલી જઈએ છીએ. આ ફિલ્મમાં એવી મહિલાઓની ગાથા દર્શાવવામાં આવી છે. આ સાથે જ આ ફિલ્મ દેશની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના પેદા કરશે. આ ફિલ્મ એપ્રિલ 2021માં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.