મુંબઈ: અભિનેતા તાહિર રાજ ભસીને 6 વર્ષ પહેલા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેણે અસંખ્ય ભૂમિકાઓમાં ભજવી છે.
વર્ષ 2014માં આવેલી 'મર્દાની' ફિલ્મથી વિલન તરીકે તેણે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 'ફોર્સ-2', 'મંટો' અને 'છીછોરે'માં પણ જોવા મળ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પોતાની ફિલ્મી યાત્રા વિશે વાત કરતા તાહિર જણાવે છે, "આ સફર મારા માટે એક રોલર કોસ્ટર રાઇડ જેવી રહી છે. મે નંદિતા દાસ, પ્રદીપ સરકાર, નિતેશ તિવારી, કબીર ખાન જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે.
હું નસીબદાર છું કે મને અલગ અલગ પાત્રો ભજવવાની તક મળી છે. 'મર્દાની'માં મારું પાત્ર ખલનાયકનું હતું. તે ક્રાઇમ થ્રિલર હતી. 'ફોર્સ-2' એક જાસૂસી થ્રિલર હતી. 'મંટો' પીરીયડ ડ્રામા હતી જ્યારે 'છીછોરે' કોલેજ ફન પર આધારિત હતી. અલગ અલગ પ્રકારના પાત્ર દ્વારા મને મારી અભિનય પ્રતિભા દર્શાવવાનો મોકો મળ્યો છે."
તાહિર હવે '83'માં સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં જોવા મળશે.