મુંબઇ: ફિલ્મ 'થપ્પડ'ની એક્ટ્રેસ તાપસી પન્નુ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી તેના ફેંસ સાથે જોડાયેલા રહેવા કેટલીક પોસ્ટ શેર કરતી રહે છે. આ દરમિયાન, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થ્રો બેક ફોટો શેર કર્યો છે, જે તેના કોલેજના દિવસોનો છે.
ફોટા સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'સ્કૂલ, આ મારા 12માં ધોરણનો ફોટો છે. શરમજનક વાળ (કારણ કે હું હંમેશાં મારા વાળને બાંધી રાખતી હતી), મારી બેચનો કોટ( જીવનમાં મેં એકમાત્ર લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું) અને મિત્રો જે વર્ષોથી યાદોમાં છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ દિવસોમાં બોલીવુડમાં નેપોટિઝમ અંગે ચર્ચા ચાલી રહી છે. જેમાં કંગના રાનૌતે એક ઇન્ટરવ્યુ દરમિયાન તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કરને બી ગ્રેડ અભિનેત્રી કહી હતી. જે પછી તાપસી પન્નુ સતત ટ્વિટર પર તેની પ્રતિક્રિયા આપી હતી.
આ પહેલા પણ કંગના અને તાપસી વચ્ચે આઉટસાઇડર, ઇનસાઇડર, નેપોટિઝમ જેવા મુદ્દા પર બોલાચાલી થઈ હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાપસીની ફિલ્મ 'થપ્પડ' આ વર્ષે ફેબ્રુઆરીમાં રીલિઝ થઈ હતી. જેમાં તાપસીએ એક મજબૂત મહિલાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ હિટ રહી હતી અને તાપસીની અભિનયની પ્રશંસા પણ થઈ હતી.
તેની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો, તે હસીન દિલરૂબા, શાબાશ મીટ્ટુ, રશ્મિ રોકેટ અને લૂપ લપેટા સહિતની અન્ય ફિલ્મોમાં જોવા મળશે.