મુંબઇઃ દેશમાં ચાલી રહેલા કોરોના વાઇરસના સંકટ વચ્ચે જાણીતા પ્રોડક્શન હાઉસ અને મ્યૂઝિક કંપની ટી-સીરીઝની ઓફિસને કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા બાદ સીલ કરવામાં આવી છે. ટી-સીરીઝની ઓફિસમાં આમ તો લોકડાઉનનું પાલન કરવાનું શરૂ કરવામાં આવ્યું જ હતું અને ઓફિસના કર્મચારીઓ પણ ઘરેથી જ પોતાનું કામ કરી રહ્યા હતા. પરંતુ અમુક સ્ટાફ જે ઓફિસમાં રહે છે, તેમાંના 3થી 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની માહિતી મળી રહી છે.
ટી સીરીઝના પ્રવક્તા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, હા... અમને પણ આ વિશે જાણ થઇ છે અને તેમણે તરત જ એક્શન લીધા છે. ટી સીરીઝે પહેલા જ દિવસથી એક જાગૃત નાગરિકની જેમ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. ત્યાં અમુક હાઉસ સિક્યોરીટી સ્ટાફ અને અમુક કર્મચારીઓ અને સહાયક જે સ્થાયી રૂપથી કાર્યાલયમાં રહે છે અને તાત્કાલિક લોકડાઉનના કારણે તે પોતાના ઘરે જઇ શક્યા ન હતા. જેથી તેઓ કાર્યાલયના પરિસરમાં રહેતા હતા.
આ ઘટનામાં દુઃખની વાત એ છે કે, તેમાંના ત્રણ લોકોમાં અમુક લક્ષણો જોવા મળ્યા અને અમે તેમનો ટેસ્ટ કરાવ્યો હતો. નિશ્ચિત રીતે અમારા ઓર્ગેનાઇઝેશન તેની કાળજી લઇ રહ્યું છે અને આગળ પણ સાવધાનીના જરૂરી પગલા લેશે.
આ પહેલા વિક્કી કૌશલ, ચિત્રાંગ્દા સિંહ જેવી ફેમસ હસ્તીઓએ ઘરને કોરોના વાઇરસને લીધે ઘરને અસ્થાયી રૂપે સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ABCD-2ની અભિનેત્રી સીમા પાંડેની અંધેરીની બિલ્ડિંગને પણ સીલ કરવામાં આવી હતી, કારણ કે, ત્યાં રહેતા એક ડૉકટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.