ETV Bharat / sitara

રિયાએ સુશાંતની યાદમાં વોટ્સએપ ડીપી બદલ્યું, ફોટો થયો વાયરલ - પવિત્ર રિશ્તા

અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના એક મહિના બાદ પોતાના વોટ્સએપ ડીપીમાં ફેરફાર કર્યો છે. આ ફોટામાં રિયા અને સુશાંત હસતાં અને ખુશ જોવા મળી રહ્યાં છે. જે સ્પષ્ટ રીતે બતાવે છે કે, રિયા હજી સુશાંતને ઘણી યાદ કરી રહી છે.

Sushant Singh Rajput
Sushant Singh Rajput
author img

By

Published : Jul 14, 2020, 1:04 PM IST

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને આજે એક મહિનો પૂરો થયો છે. આ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પોતાનો વ્હોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે. રિયાએ ડીપીમાં સુશાંત સાથે પોતાનો એક ફોટો રાખ્યો છે, જેમાં સુશાંત હસતો જોવા મળી રહ્યો છે. અભિનેતાના અવસાન બાદ રિયાએ તેના સોશિયલ પ્લેટફોર્મ પર એક પણ પોસ્ટ કરી નથી, પરંતુ તેણે પોતાનો વ્હોટ્સએપ ડીપી બદલીને તેના ચાહકોને કહ્યું છે કે તે હજી પણ સુશાંતને ખૂબ જ યાદ કરી રહી છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર અભિનેતાના ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. સુશાંતના નિઘન બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિવાદમાં છે. આ આત્મહત્યા કેસમાં રિયાની મુંબઈ પોલીસ દ્વારા લગભગ 11 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજથી એક મહિના પહેલા જ સુશાંતે મુંબઇમાં તેના ઘરે લટકીને આત્મહત્યા કરી હતી. તેણે 34 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી, દરેકને વિચારવા પર મજબૂર કર્યા છે કે, તેણે આવું કેમ કર્યું.

મુંબઈ પોલીસ સતત સુશાંતના આત્મહત્યા કેસમાં તપાસ કરી રહી છે. સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં પણ હતો. સુશાંતની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ટીવી સિરિયલ 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી ઝી ટીવી પરની સિરીયલ પવિત્ર રિશ્તામાં પણ જોવા મળ્યો હતો. પવિત્ર રિશ્તા જેવી સિરિયલથી લોકોનું દિલ જીતનારા આ અભિનેતાએ પછી ઝલક દિખલા જામાં પોતાની શૈલીથી લોકોનું દિલ જીતી લીધું, ત્યારથી તેણે ફિલ્મોની દુનિયામાં પોતાએ પગ મુક્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.