વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી તથા પ્રભુદેવા સ્ટારર ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મને રેમો ડિસોઝાએ ડિરેક્ટ કરી છે. ડાન્સ આધારિત આ ફિલ્મનું ટ્રેલર ચાહકોને પસંદ આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ફિલ્મના ટ્રેલરમાં ભરપૂર ડાન્સ જોવા મળ્યો છે. રેમોએ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનનો એન્ગલ રખાયો છે. વરુણ ધવન ભારતીય છે તો શ્રદ્ધા કપૂર પાકિસ્તાની છે. આ ફિલ્મમાં દેશભક્તિ ગીત ‘મિલ સુર મેરા તુમ્હારા’નો બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભુદેવાના આઈકોનિક ગીત ‘મુકાબલા..’ને રીક્રિએટ કરવામાં આવ્યું છે. ડાન્સ સીક્વન્સ તથા ડાન્સ બેટલ જબરજસ્ત છે. નોરા ફતેહીની ઝલક બહુ ઓછી જોવા મળી પરંતુ તે ઈમ્પ્રેસિવ લાગે છે.
Street Dancer 3D 2013માં આવેલી એબીસીડીની ત્રીજી સિરીઝ છે. આ સિરીઝની બીજી ફિલ્મ 2015માં આવી હતી. લેટેસ્ટ ફિલ્મમાં ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મનું ડિરેક્શન ફેમસ કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસુઝાએ કર્યું છે. આ ફિલ્મ ટી સિરીઝના બેનર હેઠળ રિલીઝ થવાની છે.