મુંબઇઃ ટી-સીરીઝના ચેરમેન એમડી ભૂષણ કુમારની પત્ની તેમજ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર સિંગર સોનૂ નિગમની ટીકાવાળો એક વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી છે.
દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જ્યાં તેણીએ સોનૂ નિગમ દ્વારા પોતાના પતિ ભૂષણ કુમાર સામે લગાવેલા આરોપોનો જવાબ આપ્યો હતો. તેણીએ આ વીડિયોમાં દાવો કર્યો કે, ટી-સીરીઝે કેટલાય નવા કલાકારોને બ્રેક આપ્યો છે, જ્યારે સોનૂ નિગમ ક્યારેય એમ કરતા ન હતા.
તેણીએ સોનૂ નિગમ પર એમ પણ આરોપ લગાવ્યો કે, તે ગુલશન કુમારના નિધન બાદ ટી-સીરીઝની સાથે નથી, જ્યારે ભૂષણ કુમાર માત્ર 18 વર્ષના હતા. દિવ્યાએ એમ પણ આક્ષેપ લગાવ્યો કે, સોનૂ નિગમના અબૂ સલેમ સાથે સંબંધ હતા, જેના કારણે ભૂષણે મદદ માટે તેનો સંપર્ક કર્યો હતો.
જો કે, દિવ્યાના આ દાવા સોશિયલ મીડિયા યુઝર્સની સમજાઇ રહ્યા નથી. તેમણે ગાયકનું સમર્થન શરુ રાખ્યું છે. દિવ્યા ખોસલા કુમારને નિશાન બનાવનારા મીમ્સ અને ટ્રોલની ગુરૂવારે ટ્વીટર પર પુર આવ્યું હતું અને હૈશટૈગદિવ્યાખોસલાકુમાર ટ્રેન્ડ કરી રહ્યું છે.
એક ટ્વીટર યૂઝરે લખ્યું કે, મને લાગે છે કે, સોનમ કપૂર અને સોનાક્ષી અત્યાર સુધી સૌથી ખરાબ અભિનેત્રીઓ છે, પરંતુ આ મહિલા દિવ્યા ખોસલા કુમાર ન માત્રા ચેરી લે છે, પરંતુ પુરે પુરી કેક જ લઇ લે છે.
દિવ્યાએ પોતાના વીડિયોમાં સોનૂ સામે બોલવા માટે 1988થી ભૂષણ કુમારને ત્યાં કામ કરી રહેલા કુક શેરૂને પણ ઉતાર્યા હતા, જે બાદ એક યૂઝરે તેની મજાક ઉડાડતા કહ્યું કે, વર્ષનો સર્વશ્રેષ્ઠ સહકલાકાર હૈશટૈગશેરૂ ધ કુક.
એક યૂઝર્સે આ વાત પર નારાજગી દર્શાવી કે, કઇ રીતે લેબલ દ્વારા જૂના ગીતોને રિક્રિએટ કરવામાં આવે છે, જેમાં ફાલ્ગુની પાઠકનું ગીત 'યાદ પિયા કી આને લગી' પણ સામેલ છે, જેના વીડિયોમાં દિવ્યાએ કામ કર્યું છે.
જ્યાં દિવ્યા કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોના કમેન્ટ સેક્શનને બ્લોક કર્યો છે, તો સોનૂ નિગમે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લોકોને કમેન્ટ કરવા માટે આમંત્રણ આપતા દિવ્યાનો વીડિયો રીપોસ્ટ કર્યો હતો.
સોનૂએ નિશાન સાધતા કહ્યું કે, મને લાગે છે કે, તે પોતાનો કમેન્ટ સેક્શન ઓપન કરવાનું ભુલી ગઇ છે, તો ચાલો તેની મદદ કરીએ.