ETV Bharat / sitara

રામ સેતુ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર સહિતની સ્ટારકાસ્ટ અયોધ્યા જશે - Jacqueline Fernandez

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં અક્ષયે લખ્યું હતું કે, એક વિશેષ ફિલ્મ, વિશેષ શરૂઆત, મુહૂર્ત શૂટ કરવા માટ રામ સેતુની ટીમ અયોધ્યા જવા રવાના થઈ ચૂકી છે. આ સાથે જ યાત્રા શરૂ થઈ ગઈ છે.

રામ સેતુ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર સહિતની સ્ટારકાસ્ટ અયોધ્યા જશે

author img

By

Published : Mar 18, 2021, 3:11 PM IST

  • અક્ષય કુમાર રામ સેતુ ફિલ્મ માટે ચર્ચામાં
  • ફિલ્મની સ્ટારકાસ્ટ અયોધ્યા જવા રવાના
  • અયોધ્યામાં રામ સેતુ ફિલ્મનું થશે શૂટિંગ

આ પણ વાંચોઃ ફિલ્મના શૂટિંગ માટે કંગના રણૌત પહોંચી બિકાનેર

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેમની આગામી ફિલ્મ રામ સેતુને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ અયોધ્યા જવા રવાના થઈ ગઈ છે. અયોધ્યામાં જ ફિલ્મનું શૂટિંગ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે જેકલીન ફર્નાન્ડીસ અને નુસરત ભરૂચા પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ સાઇના ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી

રામ સેતુ ફિલ્મનું નિર્દેશન પરમાણુ અને તેરે બિન લાદેન ફિલ્મથી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરશે. અક્ષય કુમાર આ ફિલ્મમાં પુરાતત્ત્વવિદની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારે આ અંગેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, વિશેષ ફિલ્મ, વિશેષ શરૂઆત, મુહૂર્ત શોર્ટ કરવા માટે રામ સેતુની ટીમ અયોધ્યા જવા રવાના થઈ છે. આ સાથે તમામ લોકોની શુભકામનાઓની આવશ્યકતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.