- બોલીવુડ અભિનેતા સોનુ સુદ પણ કેન્સલ બોર્ડ એક્ઝામની અરજીમાં શામેલ થયા
- સોનુ સુદે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની વાત રજૂ કરી છે
- કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયાર નથીઃ સોનુ સુદ
ન્યૂઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેતા સોનુ સુદે કહ્યું કે, વિદ્યાર્થીઓ તરફથી હું એક નિવેદન આપવા માગું છું. CBSE અને બોર્ડની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. મને નથી લાગતું કે વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાં પરીક્ષા આપવા તૈયાર હોય.
આ પણ વાંચોઃ 16 એપ્રિલથી શરૂ થતી GTUની પરીક્ષા મોકૂફ
તમામ લોકો આગળ આવીને વિદ્યાર્થીઓનું સમર્થન કરેઃ સોનુ સુદ
સોનુ સુદે કહ્યું કે, તો પણ આપણે પરીક્ષા આયોજિત કરવા અંગે વિચારી રહ્યા છીએ તો તે અયોગ્ય છે. મને નથી લાગતું કે ઓફલાઈન પરીક્ષા માટે આ યોગ્ય સમય છે. હું ઈચ્છું છું કે, તમામ લોકો આગળ આવે અને વિદ્યાર્થીઓનું સમર્થન કરે, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.
આ પણ વાંચોઃ ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી બોર્ડની પરીક્ષા જૂનમાં લેવા કરી રજૂઆત
દરરોજ 1,45,000થી વધુ કેસ આવી રહ્યા હોવાથી ઓફલાઈન અંગે વિચારવું જોઈએઃ સોનુ સુદ
સોનુ સુદે વીડિયો કેપ્શનમાં કહ્યું કે, હું એ તમામ વિદ્યાર્થીઓનું સમર્થન કરતા અનુરોધ કરું છું કે, જે આ કઠિન સમયમાં ઓફલાઈન બોર્ડ પરીક્ષામાં બેસવા માટે મજબૂર છે. હાલમાં એક દિવસમાં કોરોનાના કેસ 1,45,000 સુધી વધી રહ્યા છે. કેસની સંખ્યા વધતા આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ હોવી જોઈએ.