મુંબઇ: ગરીબ અને સ્થળાંતરીત મજૂરોની લોકડાઉન દરમિયાન મદદ માટે અભિનેતા સોનુ સૂદ સામે આવ્યા છે . તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક નવી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે હેલ્પલાઈન નંબર આપ્યો હતો.તો આ સાથે જ અભિનેતાએ કહ્યું કે, જો કોઈ કામદારને મુંબઇથી તેના ઘરે જવું હોય તો તે આ નંબર પર સંપર્ક કરી શકે છે. .
-
चलो घर छोड़ आऊँ❣️ pic.twitter.com/LlSyZpQMUu
— sonu sood (@SonuSood) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">चलो घर छोड़ आऊँ❣️ pic.twitter.com/LlSyZpQMUu
— sonu sood (@SonuSood) May 26, 2020चलो घर छोड़ आऊँ❣️ pic.twitter.com/LlSyZpQMUu
— sonu sood (@SonuSood) May 26, 2020
અભિનેતા દ્વારા ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં તેણે લખ્યું કે, 'હેલો! હું તમારો મિત્ર સોનુ સૂદ બોલું છું. મારા પ્રિય મજૂર ભાઈઓ અને બહેનો. જો તમે મુંબઇમાં છો અને તમે ઘરે જવા માંગતા હો, તો કૃપા કરીને આ નંબર પર કોલ કરો.. અથવા તમારો સરનામું આ નંબર પર વોટ્સએપ કરો. ઉપરાંત, કહો કે તમે કેટલા લોકો છો અને તમે હવે ક્યાં છો અને તમારે ક્યાં જવું છે. અમારી ટીમ જે કંઈ મદદ કરી શકીશું તે કરીશું. અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.
આ નવી ઉમદા પહેલ બદલ અભિનેતાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. સોનુ સૂદ લગાતાર લોકોની મદદ કરી રહ્યા છે.