મુંબઈઃ લોકડાઉન દરમિયાન બોલીવૂડ અભિનેતા સોનુ સૂદ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વ્યવસ્થા કરી રહ્યાં છે. જેનાથી તંત્રને પણ ઘણી મદદ મળી રહી છે.
5 જૂન સાંજે અભિનેતાએ વડાલા ટીટી દ્વારા 220 લોકો માટે બસની વ્યવસ્થા કરી હતી.
અભિનેતાએ આ બસોમાં પ્રવાસી કામદારોના પરિવહનની સુવિધા આપી હતી. જેમાંથી બે બસ ઉત્તરાખંડ, એક બસ તામિલનાડુ ગઈ હતી અને ત્રણ બસ ઉત્તર પ્રદેશ માટે રવાના થઈ હતી.
સોનુએ અગાઉ તેમના વતનની બસ દ્વારા પરપ્રાંતિય કામદારોને મુંબઇથી ઉત્તરપ્રદેશમાં સુરક્ષિત રીતે પહોંચાડ્યાં હતા. હવે તેમણે 220 લોકોને ઘરે મોકલવાની જવાબદારી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને કારણે, સ્થળાંતર કામદારોનો મુદ્દો સામે આવ્યો અને ત્યારબાદ તેમણે સુરક્ષિત વતન લઈ જવા પરિવહનની વ્યવસ્થા શરૂ કરી હતી. આવી સ્થિતિમાં, સોનુની આ પહેલના કારણે મુસાફરી દરમિયાન તેની ખાણી-પીણી માટેની તમામ વ્યવસ્થાઓને કારણે, સેંકડો કામદારો સલામત તેમના ઘરે પહોંચ્યા હતા.