ETV Bharat / sitara

આ તારીખે રિલીઝ થશે સલમાનની ફિલ્મ 'અંતિમ'નું ગીત, વરુણ ધવનનો ધમાકેદાર ડાન્સ જોવા મળશે - સલમાન ખાનની આગામી મુવી

સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનની આગામી ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ' અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ ફિલ્મનું ગીત રિલીઝ થવાનું છે.

આ તારીખે રિલીઝ થશે સલમાનની ફિલ્મ 'અંતિમ'નું ગીત, વરુણ ધવનનો ધમાકેદાર ડાન્સ જોવા મળશે

author img

By

Published : Sep 6, 2021, 6:29 PM IST

  • સલમાન ખાનની ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'નું ગીત રિલીઝ થશે
  • ભગવાન ગણેશ પર આધારિત આ ગીતમાં વરુણ ધવન ડાન્સ કરતો જોવા મળશે
  • આ ગીતનું શીર્ષક 'દેવ બપ્પા ગણેશ', સાજીદ-વાજિદે કર્યું છે કમ્પોઝ

ન્યુઝ ડેસ્ક: બોલીવુડ અભિનેતા સલમાન ખાન લાંબા સમયથી પોતાની ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે આયુષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો આ ફિલ્મમાં વરુણ ધવન પણ કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મમાં વરુણ ધવન સ્પેશિયલ ડાન્સ નંબર કરશે, જેને લઇને અભિનેતાના ફેન્સ ઘણા ઉત્સાહિત છે.

ગણેસ ચતુર્થીને ધ્યાને રાખીને ગીત રિલીઝ કરવાનો નિર્ણય
હવે ફિલ્મ 'અંતિમ'માં વરુણ ધવનના ગણપતિ સોન્ગને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન આ અઠવાડિયે ફિલ્મ 'અંતિમ'ના વરુણ ધવનના ગણપતિ ગીતને રિલીઝ કરવાનો છે. વરુણ ધવનનું આ ડાન્સ નંબર ભગવાન ગણેશ પર આધારિત હશે. સલમાન ખાન અને ફિલ્મ 'અંતિમ'ના મેકર્સે આ નિર્ણય ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાને લઇને કર્યો છે.

10 સપ્ટેમ્બરના રીલીઝ થઈ શકે છે આ ગીત
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'અંતિમ'માં વરુણ ધવન પર ફિલ્માવવામાં આવી રહેલા ગણપતિ ગીતને સાજીદ-વાજિદે કમ્પોઝ કર્યું છે. ગણપતિ ગીતને મુદસ્સર ખાન દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. આ એક પેપ્પી ડાન્સ ટ્રેક છે. હિતેશ મોદક દ્વારા રચવામાં આવેલા આ ગીતનું શીર્ષક 'દેવ બપ્પા ગણેશ' છે અને આને આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં ફિલ્મ સિટીમાં શૂટ કરવામાં આવ્યું હતું. સૂત્રોનું માનીએ તો 'અંતિમ'નું આ ગીત 10 સપ્ટેમ્બરના રીલીઝ થઈ શકે છે.

કોણ કોણ જોવા મળશે ફિલ્મમાં?
વાત કરીએ ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'ની તો આ મરાઠી ફિલ્મ 'મુલ્શી પેટર્ન'ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે આયુષ શર્મા, પ્રજ્ઞા જૈસલ, મહિમા મકવાણા અને જેશુ સેનગુપ્તા પણ જોવા મળશે. મહેશ માંજરેકરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.