નવી દિલ્હીઃ અભિનેત્રી સોનમ કપૂરે પોતાની જીંદગીના સૌથી સુંદર અને મહત્વના માણસ વિશે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા પતિ આનંદ અહૂજાની સાથે પેરિસ ટ્રીપનો થ્રોબેક ફોટો શેર કર્યો હતો.
પોતાના પતિને પોસ્ટ ડેડિકેટ કરતા સોનમે તેની પ્રશંસામાં કેપ્શન લખ્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ફોટામાં મિસ્ટર અહૂજા જ્યારે ગ્રે કલરની પેન્ટ્સ સાથે બ્લેક બ્લેઝરમાં જોવા મળી રહ્યા છે, તો સોનમે વ્હાઇટ એમ્બ્રોડરીવાળો ડ્રેસ પહેર્યો છે.
'નીરજા' અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, દુનિયાના બેસ્ટ પતિ માટે પ્રશંસાવાળી પોસ્ટ... જે મારી ભાવનાઓને ખૂબ જ સારી રીતે સંભાળે છે અને કોઇ જ શરત વગરનો પ્રેમ કરે છે. મને ખબર નથી કે, હું તમારા વગર શું કરતી હોત... @anandahuja લવ યૂ...
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ અઠવાડિયાની શરૂઆતમાં અભિનેત્રીએ એક ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, તે કઇ રીતે લોકડાઉનમાં સમય પસાર કરી રહી છે. શેર કરેલા ફોટામાં અભિનેત્રી પોતાના પતિ સાથે બુક વાંચતી જોવા મળી હતી.