મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર આહુજાએ રવિવારે પ્રસિદ્ધ બાસ્કેટબોલ ખેલાડી કોબે બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
નોંધનીય છે કે, હેલીકોપ્ટર ક્રેશ થવાના કારણે ખેલાડી કોબે બ્રાયન્ટ અને તેની દિકરીનું મોત થયું હતું. જેમની તસવીર અભિનેત્રીએ પોતાના ઈસ્ટગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી અને કેપ્શનમાં હિન્દુ ધર્મનો મહા મૃત્યુંજય શ્લોક લખ્યો હતો.
- View this post on Instagram
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥ 🕊 🏀
">
ઉલ્લેખનીય છે કે, ખેલાડી કોબે બ્રાયન્ટે 20 વર્ષ લાંબી કારકિર્દીમાં પાંચ રાષ્ટ્રીય બાસ્કેટબ એસોસિએશન (એનબીએ) ચેમ્પિયનશીપ જીતી હતી.
સ્નૂપ ડોગ, મીક મિલ, જસ્ટિન બીબર અને અશર જેવા ઘણા હોલીવુડ કલાકારો કોબે બ્રાયન્ટને માન આપવા રાષ્ટ્રીય બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)નો (લોગો) બદલશે.