જોકે સોનાક્ષીએ આ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપતું એક ટ્વીટ કર્યું છે. જેમાં સોનાક્ષીએ લખ્યું છે કે, એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝર જે પોતાની જવાબદારીઓ સંભાળવામાં સફળ ન થઈ શક્યો, તે સ્પષ્ટપણે વિચારે છે કે તે મીડિયામાં મારી છબીને ખરાબ કરીને તેજીથી પૈસા બનાવી શકશે. ચાલી રહેલી તપાસમાં મારી તરફથી અધિકારીઓની સાથે સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. મીડિયાને હું અપીલ કરું છું કે, એક બેકાર માણસે કરેલા વિચિત્ર દાવાઓને ઉછાળે નહીં.
સોનાક્ષી પર લાગેલા આ કથિત આરોપમાં એવું કહેવામાં આવ્યું છે કે, સોનાક્ષીએ કોઈ શો પર્ફોમ કરવા માટે સાઈન કર્યો હતો. પરંતુ બાદમાં તેમણે એવું કર્યું ન હતું. કથિત રીતે આ શો માટે સોનાક્ષીને 32 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ ફરિયાદના સંબંધમાં સોનાક્ષીના નિવેદનનો રેકોર્ડ કરવા માટે UP પોલીસ અધિકારીઓની એક ટીમ ગુરૂવારે મુંબઈ સ્થિત સોનાક્ષીના નિવાસસ્થાન રામાયણમાં પહોંચી હતી. જુહૂ પોલીસ સ્ટેશનના સહયોગથી જ્યારે UP પોલીસ અધિકારીઓની ટીમ તેમના ઘર રામાયણ પહોંચી તો તે સમયે સોનાક્ષી ઘર પર હતી નહીં. ત્યારબાદ શુક્રવારે ફરી એકવાર પોલીસની ટીમ સોનાક્ષીને મળવા તેમના ઘર જશે.
તેમના ફિલ્મજગત વિશે વાત કરીએ તો, છેલ્લીવાર સોનાક્ષી મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ બૉક્સઓફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. આગામી સમયમાં સોનાક્ષી 'ખાનદાની શફાખાના', 'મિશન મંગલ' અને 'દબંગ 3'માં જોવા મળશે.