અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની 'મરજાવા' ફિલ્મના ગીત લોકોને ઘણું પસંદ આવી રહ્યાં છે. ગીતમાં સિદ્ધાર્થ અને તારાની સિઝલીંગ કેમસ્ટ્રી જોવા મળી રહી છે. જે લોકોને 'મરજાવા' ફિલ્મ જોવા માટે મજબૂર કરે છે.
હાલમાં જ આ ફિલ્મનું 'કિન્ના સોણા'... ગીત રિલીઝ થયું. જે આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગયું છે. આ ગીતમાં સિદ્ધાર્થ અને તારા સુતરિયાની સુંદર લવસ્ટોરી જોવા મળી રહી છે.
અભિનેતાએ ગીતનું પોસ્ટર શેયર કરીને તેની જાણકારી આપી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'ઇશ્ક કા રૂપ', 'આશિકીકા નૂર', 'ઈનકે પ્યાર મે હાય હાય મૈ મરજાવા.'
ઉલ્લેખનીય છે કે, 'કિન્ના સોણા' ગીત નુસરત ફતેહ અલી ખાને જૂના ગીતને રીક્રિએટ કરીને બનાવ્યું છે. જેમાં મીત બ્રો, જુબીન નૌટિયાલ અને ઈન્ટરનેટ સેંસેશન ધ્વનિએ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતના લિરિક્સ કુમારે લખ્યાં છે.
આ ફિલ્મ મિલાપ જાવેરી દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થવાની છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતારિયા, રિતેશ દેશમુખ અને રકુલ પ્રીત મુખ્ય પાત્રમાં જોવા મળશે.