મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાથી બોલિવુડમાં સૌ કોઈ સ્તબ્ધ છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂર કે જેણે સુશાંત સાથે ફિલ્મ ‘છીછોરે’ માં કામ કર્યું હતું, તેણે તેના સોશીયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
"જે થયું તેને સ્વીકારવું અઘરું પડી રહ્યું છે.”
તે એક અલગ જ પ્રકારનો વ્યક્તિ હતો. વિનમ્ર, કુશળતા અને ઉત્સુકતાથી ભરપૂર… દરેક વ્યક્તિમાં સુંદરતા જોનારો તે કાયમ પોતાની ધૂનમાં જ રહેતો.." શ્રદ્ધાએ લખ્યું.
“તેના ઘરે સંગીત અને કવિતામય મુલાકાત દરમિયાન તેણે ટેલિસ્કોપ વડે મને ચંદ્ર દેખાડ્યો હતો. અમારી ‘છીછોરે’ ગેંગ તેના સુંદર ઘર પર હતી અને અમે પ્રાકૃતિક સૌન્દર્ય, શાંતિમય માહોલમાં ખૂબ સુંદર સમય વિતાવ્યો હતો. તેને જે મંત્રમુગ્ધ કરતું તેને સૌની સાથે વહેંચવા તત્પર રહેતો. અલગ-અલગ વિષય પરના તેના જ્ઞાન અને સમજણથી અમને આશ્ચર્યમાં મૂકી દેતો. હું તને હંમેશા યાદ કરીશ સુશાંત…”
અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સુશાંતના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
“RIP સુશાંત… તારા પરિવારજનો અને મિત્રો માટે મારી પ્રાર્થનાઓ..” એશ્વર્યાએ લખ્યું.