મુંબઈ: કોરોના વાઇરસને કારણે દેશમાં દરેક ધંધો અટકી પડ્યો છે. વાઇરસથી બચવા માટે ઘણી આર્થિક પ્રવૃત્તિઓ લાંબા સમયથી બંધ હતી. હવે દેશમાં અનલોક-1ની શરૂઆત થઈ અને અનેક પ્રકારની છૂટછાટો પણ જોવા મળી રહી છે. આથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ પણ એક શાંતીનો શ્વાસ લીધો છે. ઘણા સમય પછી ટીવી સીરિયલોનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે.
સમાચારો અનુસાર ટીવી સીરિયનું શૂટિંગ 22 જૂનથી શરૂ થશે. જુલાઈથી, દર્શકોને તેમની પ્રિય સીરિયલોના નવા એપિસોડ જોવા મળશે.
કહેવામાં આવી રહ્યું છે કે, 22 જૂનથી ઝી ટીવીની તમામ સીરિયલોનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ એપિસોડમાં, 'ગુડ્ડન તુમસે ના હો પાએગા', 'કુમકુમ ભાગ્ય', 'કુંડલી ભાગ્ય', 'તુઝસે હૈ રાબતા' જેવા શોના નવા એપિસોડ જુલાઈમાં જોવા મળશે.
જો કે, કોરોના વચ્ચે શૂટિંગ કરવાની રીત બદલાવા જઈ રહી છે. હવે પ્રેમ વ્યક્ત કરવાની રીત પણ બદલાઈ જશે, વધુ લોકો સાથે શૂટિંગ કરવુ શક્ય બનશે નહીં.
સરકારે અનેક માર્ગદર્શિકા બનાવી છે, જે મુજબ હવે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી રહેશે, હાથ મલાવ પર મનાઈ રહેશે, અને સાથે ભોજન પણ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લગ્નના દ્રશ્યો જોવા મળશે નહીં. આવી સ્થિતિમાં શૂટિંગનો અનુભવ અને સો ખૂબ જ અલગ જોવા મળશે.