ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડમાં પોતાના પાવર-પેક્ડ એક્શન અને ખતરનાક સ્ટંટથી દર્શકોનું મનોરંજન કરનાર અભિનેતા ટાઇગર શ્રોફ બુધવારે 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાના ચાહકો પણ તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યાં છે. ફિલ્મો ઉપરાંત, ટાઈગર સોશિયલ મીડિયા (Social Media) પર પણ પોતાના ફેન્સ સાથે કનક્ટેડ રહે છે. તે ડેયલી તેની એક્શન અને સ્ટંટની તસવીરો અને વીડિયો ફેન્સ (Tiger Shroff Stant video) સાથે શેર કરતો રહે છે.
આ વીડિયોમાં ટાઇગર રેતીમાં સ્ટંટ કરતો જોવા મળ્યો
ટાઈગર શ્રોફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રેતીમાં શર્ટલેસ બેક જમ્પ કરતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, ટાઈગર એક જ શ્વાસમાં બેક જમ્પ કરતો જોવા મળે છે. ટાઈગર આ બેક જમ્પ તેના ટ્રેનરની દેખરેખ હેઠળ કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા ટાઈગર શ્રોફે કેપ્શનમાં લખ્યું કે, 'તમારા પ્રેમે મને અનુભવ કરાવ્યો... આખી ખોટી વાત'.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: HBD ટાઇગર શ્રોફ: અભિનેતા આગામી ફિલ્મોમાં જોવા મળશે એક્શન મુડમાં
ટાઈગરના આ વીડિયો પર શિલ્પાએ આ કરી કોમેન્ટ...
ટાઈગરનો આ વીડિયો જોઈને સેલેબસ સાથે ફેન્સ પણ ચકરાવે ચડી ગયા છે. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ટાઈગરનો આ વીડિયો જોઈને 'ઉફ્ફ' કમેન્ટ (Tiger Shroff Stant video on shilpa shetty reascyion) કરી છે. સાથે જ સાઉથની ફિલ્મ 'પુષ્પા'માં આઈટમ નંબર 'ઊન અંતવા' પર પ્રભુત્વ જમાવનારી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ ટાઈગરના વિડિયો પર ટિપ્પણી કરી અને કહ્યું, 'ગુડ લોર્ડ'. ટાઈગરનો આ વીડિયો જોઈને એક્ટર રોહિત રોય, એલી અવરામ, નિકેતન ધીર અને સંજય કપૂર સહિત ઘણા સેલેબ્સને ચક્કર આવી ગયા છે. ટાઈગરના આ સ્ટંટ પર બધાએ લાઈક પ્રેસ કર્યું છે.
આ ફિલ્મમાં ટાઇગરનો એક્શન મૂડ મળશે જોવા
તમને જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ ફિલ્મોમાં પોતાના એક્શન અને સ્ટંટ માટે ફેમસ છે. તે તેની લગભગ ફિલ્મોમાં એક્શન ડોઝ આપતો જોવા મળ્યો છે. ટાઇગર આગામી ત્રણ ફિલ્મો ગણપત, હીરોપંતી-2, બાગી-4માં તેના એક્શન-સ્ટન્ટ્સથી દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: Aryan Khan Drugs Case : આર્યન ખાન ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, SIT ના રિપોર્ટથી મળી શકે છે રાહત