આ વર્ષે કેટલીક અભિનેત્રીઓનું લગ્ન બાદ પહેલી કરવા ચોથ હતી. જેને લઈ અભિનેત્રીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોનમ કપૂરે તેના પહેલા કરવા ચોથની ખુશી તેણે ફોટા સોશિયલ મીડિયા પર મૂકી વ્યક્ત કરી હતી. જે તેના ચાહકો ઘણા પસંદ કરી રહ્યાં છે.
બીજી તરફ ઘણા અભિનેતાઓ પોતાની પત્ની સાથેની તસવીર શેયર કરી હતી. જેમાં તેઓ કરવા ચોથની ઉજવણી કરતા જોવા મળે છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાએ તેના પતિ સાથે રીતિ રીવાજથી કરવા ચોથની ઉજવણી કરી હતી.