ETV Bharat / sitara

સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં શાર્પશૂટરની ધરપકડ - સલમાન ખાન

રાહુલ સાંગા ઉર્ફે બાબા નામનો આ ગુનેગાર કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગનો સભ્ય છે, જેણે અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પકડાયેલા આરોપીએ મુંબઈમાં સલમાનના ઘરે રેકી પણ કરી છે.

Sharpshooters nabbed for allegedly plotting Salman Khan's murder
સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં શાર્પશૂટરની ધરપકડ
author img

By

Published : Aug 19, 2020, 4:36 PM IST

નવી દિલ્હીઃ પોલીસે 2 મહિના પહેલા હરિયાણાના ફરીદાબાદમાં હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ જે ખુલાસો કર્યો તે ચોંકાવનારો છે. રાહુલ સાંગા ઉર્ફે બાબા નામનો આ ગુનેગાર કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગનો સભ્ય છે, જેણે અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પકડાયેલા આરોપીએ મુંબઈમાં સલમાનના ઘરે રેકી પણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિવાનીમાં રહેતા રાહુલ સાંગાને ક્રાઇમ બ્રાંચ અને પોલીસે 15 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડ સ્થિત સ્થળેથી ધરપકડ કરી હતી. તેના પર 24 જૂનના રોજ રાશન વેપારી પ્રવીણની હત્યા કરવાનો આરોપ છે. પૂછપરછના સંબંધમાં તેને ફરીદાબાદ લાવવામાં આવ્યો હતો. તે લોરેન્સ અને સંપત નેહરા ગેંગનો શાર્પ શૂટર છે.

પોલીસે કહ્યું કે, રાહુલ સાંગા સંપત નેહરા અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ માટે કામ કરે છે. લોરેન્સ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો એક ગેંગસ્ટર છે જેણે હરણના શિકારને કારણે સલમાનને તેની લિસ્ટમાં રાખ્યો છે. કોર્ટમાં હાજર રહેવા દરમિયાન લોરેન્સે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.