- રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
- ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપમાં જોવા મળ્યો કાતિલ અંદાજ
- તસવીરો જોઇ ફેન્સે અભિનેત્રીને ગણાવી 'ટાઇમલેસ બ્યૂટી'
- રવીનાના અલગ-અલગ ફેશિયલ એક્સપ્રેશન
આ પણ વાંચો- અક્ષય કુમારની માતા અરુણા ભાટિયા આઇસીયૂમાં દાખલ, યૂકેથી ભારત પરત આવ્યા અભિનેતા
અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી રવીના ટંડને પોતાના સત્તાવાર ઈન્સ્ટા હેન્ડલથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રવીનાના અલગ-અલગ મૂડ જોવા મળી રહ્યા છે. રવીનાએ આ તસવીરોમાં જેકેટ પહેરેલું જોવા મળી રહ્યું છે. ખૂલ્લા વાળ અને લાઈટ મેકઅપ રવીનાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ તસવીરોમાં સૌથી વધારે સુંદર રવીનાની આંખો લાગી રહી છે, જે અલગ-અલગ મૂડ્સને વ્યક્ત કરે છે. તમામ તસવીરોમાં રવીના ટંડનના અલગ-અલગ ફેશિયલ એક્સપ્રેશન જોવા મળી રહ્યા છે, જે એકથી એક ચઢિયાતા છે. કોઈ તસવીરમાં તેનો હૉટ લૂક જોવા મળી રહ્યો છે, તો કોઈક તસવીરમાં તેના ઇનોસેંસ જોવા મળી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઉલ્લેખનીય છે કે, રવીનાએ જે તસવીરો શેર કરી છે તેનું કેપ્શન જણાવે છે કે, અભિનેત્રી તેનો મનગમતો ડ્રેસ આવવાથી ઘણી જ ખુશ છે. રવીનાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, 'બસ અમસ્તા. ફિટિંગ રૂમના મૂડ્સ જ્યારે પોતાની પસંદની ડ્રેસમાં તમે ફિટ થઈ જાઓ.' આ કેપ્શનને જોઈને એવું લાગી રહ્યું છે કે રવીનાની આ તસવીર ફિટિંગ રૂમની છે, જ્યાં તે પોતાની પસંદની આ ડ્રેસને ટ્રાય કરી રહી હતી અને તે ફિટ આવતા તેણે પોતાની ખુશી ફેન્સ સાથે શેર કરી છે.