મુંબઈ: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન તેમજ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' સાથે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર શાહરૂખ સાથે ઓનસ્ક્રીન પર રોમાંસ કરતી જોવા મળી છે.ટૂંક સમયમાં જ બંને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ચોથી વખત હશે જ્યારે દર્શકો દીપિકા-શાહરૂખની જોડીને સાથે જોશે. આ પહેલા બંને 'ઓમ શાંતિ ઓમ', 'હેપ્પી ન્યૂ યર' અને 'ચેન્નઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. શાહરૂખ છેલ્લે ફિલ્મ 'ઝીરો' માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કરી ન શકી. દીપિકાની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ 'છપક' હતી.હવે તે પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ '83' માં જોવા મળશે.
તે ટૂંક સમયમાં બાહુબલીના અભિનેતા પ્રભાસ સાથે જોવા મળશે.દીપિકા પાદુકોણે ખુદ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.દિગ્દર્શક નાગ અશ્વિનની દ્વારા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. પ્રભાસ સાથેની ફિલ્મ માત્ર હિન્દીમાં જ નહીં પણ તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવશે. આ શીર્ષક વિનાની ફિલ્મની વાર્તા વિશ્વ યુદ્ધ પર આધારિત હોઈ શકે છે, તેની સાથે તેનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થશે.