મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. પરંતુ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસ નોંધાયા છે. હવે બોલિવૂડ સ્ટાર્સ પણ કોરોનાનો શિકાર બન્યા છે.
તાજેતરમાં જ અમિતાભ બચ્ચનનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો છે. બિગ બી સહિત તેના ઘરના ચાર લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ દરેકની મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ મહામારીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને લોકોએ વધુ કાળજી લેવાની જરૂર છે.
આવી સ્થિતિમાં બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને તેના બંગલો 'મન્નત'ને ચારે બાજુથી પ્લાસ્ટિકથી કવર કરાવ્યો છે. શાહરૂખ, તેની પત્ની ગૌરી અને ત્રણ બાળકો સાથે આ બંગલામાં રહે છે. તેમણે કોરોના દર્દીઓની સારવાર માટે BMCને 5 માળની ઓફિસ પણ આપી છે.
એવું પણ માનવામાં આવે છે કે,શાહરૂખે કોરોનાના ડરથી નહીં પણ વરસાદને કારણે મન્નતને કવર કરાવ્યો છે. અભિનેતાનું આખું ઘર સફેદ પ્લાસ્ટિકથી કવર કરેલું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ, બે વર્ષના બ્રેક બાદ ફિલ્મોમાં પરત ફરી રહ્યા છે. તે રાજકુમાર હિરાની સાથે ઈમિગ્રેશન પરની એક ફિલ્મમાં જોવા મળશે. તેનું શૂટિંગ શરૂ થવાનું બાકી છે. અભિનેતા છેલ્લે 2018ની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યા હતા.