- NYIIFમાં સત્યજીત રેની ફિલ્મો શામેલ
- આવનાર મહિનામાં યોજાશે કાર્યક્રમ
- નામી હસ્તિઓ રહેશે સામેલ
ન્યુ યોર્ક: ન્યૂ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (NYIIF) ની 21મી આવૃત્તિ દરમિયાન 58 ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને જાણીતા ફિલ્મ નિર્માતા સત્યજીત રે (Satyjeet Rey)ની એક ડોક્યુમેન્ટરી શામેલ છે. આવતા મહિને ડિજિટલ માધ્યમ દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
4 થી 13 જૂન દરમિાયન આયોજન
ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ (આઈએએસી) 4 થી 13 જૂન દરમિયાન આ ઉત્સવનું આયોજન કરશે. રોગચાળાને કારણે આ ઉત્સવ ડિજિટલ માધ્યમ દ્વારા સતત બીજી વખત યોજવામાં આવી રહ્યો છે.
આ ફિલ્મો આકર્ષણનુ કેન્દ્ર
રમેશ શર્મા દ્વારા દિગ્દર્શિત, 'અંહિસા ગાંધી: ધ પાવર ઓફ પાવરલેસ' અને અજિતેશ શર્માનો 'વેમ્બ: વિમેન ઓફ માય બિલિયન' ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 2019 માં, રમેશ શર્માએ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે 'અંહિસા ગાંધી: પાવર ઓફ પાવરલેસ' બનાવવાનો નિર્ણય કર્યો.
જાણીતા દિગ્ગજ પહોંચશે
ઉત્સવમાં વિશ્વના જાણીતા ફિલ્મ નિર્માતા, લેખક, ચિત્રકાર અને સંગીતકાર સત્યજીત રેની જન્મ શતાબ્દી નિમિત્તે 1984 માં બનેલી 'ધ મ્યુઝિક ઓફ સત્યજીત રે' નામની ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવશે.