મુંબઇ: બોલીવુડના તમામ સ્ટાર્સ કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન "લવ આજ કાલ" અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
વાઇરલ વીડિયોમાં સારા પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે રમત રમતી જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ રમૂજી છે અને આ રમત રમવાની રીત એ છે કે વીડીયોરિકાર્ડિંગ શરૂ થાય છે અને એક પ્રશ્ન તે જ સમયે બેઠેલા તમામ લોકોને પૂછવામાં આવે છે. જેમાં બધાને એક સાથે જવાબ આપવાનો હોય છે.રમત દરિમયાન ઘણી વખત જવાબો મેળ ખાય છે અને ઘણી વખત નથી થતા.
- View this post on Instagram
The only thing that we can always agree on is Singh is King 👑 💪🏻👳🏽♂️👩👧👦🙉🙈🐵
">
રસપ્રદ વાત એ છે કે, જ્યારે પૂછવામાં આવ્યું કે આ ઘરનો સૌથી શક્તિશાળી કોણ છે, તો બધાએ અમૃતા સિંહ તરફ ધ્યાન દોર્યું. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી વખતે સારા અલી ખાને લખ્યું, એકમાત્ર વસ્તુ જેના પર આપણે બધા હંમેશાં સહમત થઈ શકીએ તે છે કે સિંઘ ઇસ કિંગ.
સારાના ચાહકોને વીડિયોનો ખૂબ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, આ સૌથી સુંદર વસ્તુ છે જે મેં ક્યારેય જોઇ છે. ટિક ટોક પર બનેલો આ વીડિયો સારા અલી ખાનના તમામ ફેન પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે અને તે ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.