ETV Bharat / sitara

સંજય દત્તની આવનારી ફિલ્મો વિશે જાણો - Shamshera

સંજય દત્ત હાલ ફેફસાના કેન્સરથી લડી રહ્યા છે. તેમને હાલ થોડા સમય પૂરતો બ્રેક લીધો છે. પણ તેમને બ્રેક લીધા પહેલા પોતાની આવનારી ફિલ્મ સડક 2નું કામકાજ પૂર્ણ કરવાની યોજના બનાવી છે. જોકે સંજય દત્તની આવનારા સમયમાં ઘણી ફિલ્મ છે. જેમાં હજી પણ ઘણી બધી ફિલ્મોમાં કામ કરવાનું બાકી છે અને લોકડાઉનના કારણે આ ફિલ્મોમાં સમય લાગી રહ્યો છે. તો આવો જોઈએ સંજય દત્તની આવનારી ફિલ્મો વિશે.

Sanjay dutt
Sanjay dutt
author img

By

Published : Aug 18, 2020, 10:43 PM IST

મુંબઈ: હાલમાં જ સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાનું જાણવા મળ્યું છે અને પોતે સોશિયલ મીડિયા પર તેના વિશે જાણકારી આપી હતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.

તેમના ચાહકો તેમની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. સંજય દત્ત પાસે હજી પણ ઘણી બધી ફિલ્મો પેન્ડિંગ છે. તેમની ઘણી બધી ફિલ્મો ડબિંગ અને લોકડાઉંનના કારણે લેટ થઈ છે. આવો જાણીએ તેમની આવનારી ફિલ્મો વિશે.

સડક 2

થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવેલું સડક 2નું ટ્રેલર દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી વધારે ડિસ લાઇકવાળુ ટ્રેલર બની ગયું છે. આ ફિલ્મ મહેશ ભટ્ટના ડિરેક્શનમાં બનાવવામાં આવી છે. જેમાં તેની દીકરી આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ સાથે આદિત્ય રોય કપૂર પણ છે. જોકે ફિલ્મમાં હજી થોડુ ડબીંગનું કામ બાકી છે. જોકે સંજય દત્તના બ્રેક લીધા પહેલા તેને પૂર્ણ કરવાની યોજના બનાવી છે. ફિલ્મ 28 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

શમશેરા

સંજય દત્તનું આ ફિલ્મમાં થોડું શૂટિંગ બાકી છે. મળતી માહિતી મુજબ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. માટે તેઓ હાલ આ ફિલ્મનું શૂટિંગ શરૂ નથી કરી રહ્યા. કરણ મલ્હોત્રા અને યશરાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનું શૂટિંગ સંજય દત્તના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા

આ ફિલ્મમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જેની સાથેે અજય દેવગણ પણ જોવા મળશે.

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં વાયુ સેનાના પાયલોટ વિજય કાર્ણિક અને ગુજરાતના કચ્છ જિલ્લાના મધપાર ગામની 300 મહિલાની વાત રજૂ કરે છે. આ ફિલ્મની મોટાભાગનું શુટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ ફિલ્મ અભિષેક દુધિયા ડાયરેક્ટ કરશે. જ્યારે સોનાક્ષી સિંહા, નોરા ફતેહી અને શરદ કેલકર પણ આ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે.

KGF : ચેપ્ટર 2

કન્નડ સ્ટાર યશની 2018માં રિલીઝ થયેલી કેજીએફ ચેપ્ટર વનની સિક્વલની રાહ દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. KGF : ચેપ્ટર 2માં સંજય દત્ત ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2020ના ઓક્ટોબરમાં રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે તેની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે. ફિલ્મના થોડુ શુટિંગ અને ડબીંગ બાકી છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને અનંત નાગ અભિનય કરતા જોવા મળશે.

પૃથ્વીરાજ

યશરાજ ફિલ્મ પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મિસ વર્લ્ડ 2017 માનુશ્રી છિલ્લર સંયોગીતાની ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી મુજબ ચંદ્રપ્રકાશ દ્વિવેદીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ બાકી છે.

તોરબાઝ

આ ફિલ્મમાં સંજય દત્ત એક સેના અધિકારીના રૂપમાં જોવા મળશે. ગિરીશ માલિકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં નરગિસ ફકરી અને રાહુલ દેવ પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સંજય દત્તનો ઈલાજ મુંબઇમાં શરૂ થઈ ચૂક્યો છે. તેને પોતાની બહેન પ્રિયા દત્ત સાથે શનિવાર અને રવિવારે લીલાવતી હોસ્પિટલમા ચેક અપ કરાવ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.