ETV Bharat / sitara

સંજય દત્તની ફિલ્મ 'બ્લોકબસ્ટર ગેંગ' નું શૂટિંગ જુલાઈ ઓગસ્ટમાં શરૂ થવાની શક્યતા - Blockbuster Gang

અભિનેતા સંજય દત્તની આગામી ફિલ્મ 'બ્લોકબસ્ટર ગેંગ'ના નિર્માતા સંદિપ સિંહે કહ્યું સ્થિતિ સામાન્ય થશે તો જુલાઈ અને ઓગસ્ટમાંં શૂટિંગ શરૂ કરવાની યોજના છે.

sanjay dutt, Etv Bharat
sanjay dutt
author img

By

Published : May 21, 2020, 7:03 PM IST

મુંબઈઃ આગામી એક્શન-ડ્રામા ફિલ્મ 'બ્લોકબસ્ટર ગેંગ'ના નિર્માતા સંદિપ સિંહે જણાવ્યું હતું કે દેશભરમાં લોકડાઉન હટાવ્યા બાદ શક્ય તેટલી વહેલી તકે શૂટિંગ શરૂ થવાની આશા છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સંજય દત્ત છે.

ફિલ્મ નિર્માતાનું કેહવું છે કે લોકાડઉન હટાવ્યાં બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે તો જુલાઈ ઓગસ્ટમાં ફિલ્મનું શૂટિંગ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.સંજય દત્ત અને આનંદ પંડિત દ્વારા નિર્મિત આ ફિલ્મની કહાની ત્રણ ડોન અને તેની ગેંગ પર આધારિત છે.

ફિલ્મના લીડ રોલ માટે સંજય દત્તને કાસ્ટ કરવામાં આવ્યાં છે. ફિલ્મની બાકી કાસ્ટિંગ લોકડાઉન હટાવ્યાં બાદ કરવામાં આવશે.

નિર્માતા સંદિપ સિંહે કહ્યું હતું કે, લોકડાઉન બાદ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરીશું. અભિનેતાઓને જેવી તારીખો મળા જશે કે તરત જ શૂટિંગ શરુ કરી દેશું. સ્થિતિ સામાન્ય રહેશે તો જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં શૂટિંગ શરૂ કરવાની યોજના છે.

આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મુંબઈ અને ગોવામાં કરવામાં આવશે. જોકે નિર્માતાએ ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ માહિતી આપી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.