બ્રાહ્મણ મહાસભાના પાદાધિકારીઓનું કહેવું છે કે શૉ માં જે પ્રકારે અશ્લીલ સામગ્રી આપવામાં આવે છે તે સમાજમાં એક દુષણ ઉભુ કરે છે. જ્યારે નાના બાળકોમાં પણ આ શૉ ની ખરાબ અસર પડે છે. જેથી લોકોએ તેનો વિરોધ કરી સલમાન ખાનના પોસ્ટોર્સ અને બેનર્સ સળગાવ્યા હતાં. આ ઉપરાંત સલમાન ખાન વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી.
જો કે બ્રાહ્મણ સમાજ શૉ ને બંધ કરાવવાના પ્રયાસો કરી રહ્યો છે. આ શૉ ને બંધ કરાવવા માટે ડિ.એમ ને આવેદન પણ આપશે. આ શૉ સમાજમાં દુષણ ફેલાવે છે. તેમજ બાળકો પર તેની ખરાબ અસર પડે છે.