મુંબઇ: સલમાન ખાન કોરોના વાઇરસના કહેરને ધ્યાનમાં રાખીને આ સંક્રમણ પર વીડિયો અને ફોટો શેર કરીને જાગૃતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાને એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે લોકોને ઘરે જ ભગવાનની પ્રર્થના કરવાની સલાહ પણ આપે છે અને નિયમોનો ભંગ કરનારા અને પોલીસ-ડોકટર્સ ઉપર હુમલો કરનારા લોકો પર ગુસ્સે પણ જોવા મળે છે.
સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. પોતાના વીડિયોમાં સલમાન ખાને કહ્યું, "હવે બિગ બોસ ઓફ લાઈફ શરૂ થઈ ગઈ છે. પહેલા તો એવું લાગ્યું કે આ સામાન્ય ફ્લૂ છે , પરંતુ પરિસ્થિતિ હવે વધુ ગંભીર બની ગઈ છે."
અભિનેતાએ આ વીડિયોમાં કોરોના વાઇરસ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે જો વ્યક્તિ સાવચેતી નહીં રાખે તો તે કોરોનાથી સંક્રમિત થઇ જશે. તે વ્યક્તિ તેના કુટુંબમાં કોરોના ફેલાવશે, કુટુંબ વિસ્તારમાં ત્યારબાદ દેશને સંક્રમિત કરશે.
તેથી સલમાનખાને લોકોને ઘરે જ રહેવા અપીલ કરી હતી.