મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાને મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશી ચક્રવર્તીની ડેબ્યૂ ફિલ્મ 'બેડ બોય' નું પોસ્ટર રિલીઝ કર્યુ છે. કુમાર સંતોષીએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. સલમાને ફિલ્મની નવી અભિનેત્રી અમરીન કુરેશી સાથે નમશીનું પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે, 'બેડ બોય' માટે નમાશીને શુભેચ્છાઓ. ગ્રેટ પોસ્ટર! અમરીન ફિલ્મના નિર્માતા સાજિદ કુરેશીની પુત્રી છે.
નમાશી માટે ફિલ્મ 'બેડ બોય' ફિલ્મ કરવી એટલે સપનું સાકાર થવા સમાન છે. તેમણે કહ્યું કે, "સાજિદ ભાઈ અને રાજ જીના માર્ગદર્શનથી કોમર્શિયલ ફિલ્મમાં લોંચ થવું એ બહુ સન્માનની વાત છે. મે આ ફિલ્મની દરેક સેકન્ડનો આનંદ માણ્યો છે."
-
All d vry best Namashi for #BadBoy. Poster lajawaab!@amrinqureshi99 @namashi_1 @khanwacky @InboxPictures @Penmovies @BadBoy_Film #jayantilalgada #sajidqureshi #rajkumarsantoshi #himeshreshammiya #amrin #namashichakraborty pic.twitter.com/Wrg3rntVnH
— Salman Khan (@BeingSalmanKhan) May 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">All d vry best Namashi for #BadBoy. Poster lajawaab!@amrinqureshi99 @namashi_1 @khanwacky @InboxPictures @Penmovies @BadBoy_Film #jayantilalgada #sajidqureshi #rajkumarsantoshi #himeshreshammiya #amrin #namashichakraborty pic.twitter.com/Wrg3rntVnH
— Salman Khan (@BeingSalmanKhan) May 23, 2020All d vry best Namashi for #BadBoy. Poster lajawaab!@amrinqureshi99 @namashi_1 @khanwacky @InboxPictures @Penmovies @BadBoy_Film #jayantilalgada #sajidqureshi #rajkumarsantoshi #himeshreshammiya #amrin #namashichakraborty pic.twitter.com/Wrg3rntVnH
— Salman Khan (@BeingSalmanKhan) May 23, 2020
અનુભવી ફિલ્મ નિર્માતા સંતોષીએ કહ્યું કે, "પોસ્ટરની જેમ જ 'બેડ બોય'ની વાર્તા રસપ્રદ અને આકર્ષક છે. નાટક, સંગીત, એક્શન, રોમાંસ - આ તત્વો ફિલ્મનો મુખ્ય ભાગ છે. કોમર્શિયલ સિનેમા એ શૈલીઓમાંથી એક છે, જેનો પ્રેક્ષક આનંદ માણેે છે અને સૌથી વધુ ગમે લોકોને ગમે છે. અમે તમારી સમક્ષ ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ નમાશી ચક્રવર્તી અને અમરીન કુરેશીનું પહેલું પોસ્ટર રજૂ કરીએ છીએ."
સાજિદ કુરેશીએ કહ્યું હતું કે, "આ ફિલ્મ 2020માં રોમાંસ, કોમેડી, એક્શન, સંગીત અને ડ્રામાની યોગ્ય મિશ્રિત મનોરંજક ફિલ્મોમાંની એક હશે. મને રાજકુમાર સંતોષીની ફિલ્મ વિર પશ્વાસ છે. મને તેમના કામ પર પણ વિશ્વાસ છે." અભિનેત્રી અમરીને કહ્યું કે, 'બેડ બોય'માં એ બધુ જ છે જે હું ઈચ્છતી હતી. આ એક ડ્રીમ મૂવી છે, જે મનોરંજનથી ભરેલી છે અને બધું સારું છે. સેટ પરની દરેક ક્ષણ આનંદપ્રદ હતી અને હું તેને જોવા માટે રાહ જોઈ શકતી નથી."
આ ફિલ્મનું નિર્માણ સાજિદ કુરેશી, ધવલ જયંતિલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડાએ કર્યું છે, વેકી ખાન સહ-નિર્માતા છે.